ઝાલોદ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા હિન્દુ હિત ચિંતક અભિયાનની શરૂઆત કરાઈ

  • નગરમાં નાનામાં નાના હિન્દુ સમર્થક કાર્યકર દ્વારા કામગીરીને સમર્થન.
    ઝાલોદ,
    સમગ્ર ભારત દેશમાં હિન્દુ એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રયત્નશીલ રહે છે. આજ રોજ ઝાલોદ નગરમાં બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભરત ટાવર પર મોટા પ્રમાણમાં ભેગા થયા હતા અને ભારત માતાકી જયનાં નારા સાથે હિન્દુ હિતચિંતક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યું હતું તેમાં નગરમાં વસતા દરેક ઘર, દુકાન અને ઓફિસ પર જઈ હિન્દુ હિતચિંતક અભિયાન વિશે લોકોને સમજ આપી હતી અને કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યુ હતું. વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા સમગ્ર વિશ્ર્વના 32 દેશોમાં કાર્ય ચાલે છે, જેનાં અંતર્ગત સમગ્ર વિશ્ર્વમાં 06/11/2022 થી 20/11/2022 સુધી હિતચિંતક અભિયાન ચાલવાનું છે તે અંતર્ગત આજે દાહોદ જીલ્લાના ઝાલોદ નગરમા આજે વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંદળ દ્વારા હિતચિંતક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમા ઝાલોદ નગરના વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળના કાર્યકર્તાઓ કામે લાગી અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા. દરેક હિન્દુ સમાજનાં ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યાં પણ કાર્યકર્તાઓ પોહાંચ્યા ત્યાં કાર્યકર્તાઓનું ઉમળકાભેર સ્વાગત સમગ્ર હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવ્યું. આમ, હિતચિંતક અભિયાનને ઝાલોદ નગરના હિન્દુ સમાજ તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અભિયાનની શરૂઆત કરવા માટે દાહોદ જીલ્લા માંથી જીલ્લા મંત્રી યોગેશ જયસ્વાલ, જીલ્લા સહમંત્રી મનિષ પંચાલ અને જીલ્લા સત્સંગપ્રમુખ લોકેશ દવે હાજર રહ્યા હતા.

હિતચિંતક એટલે….
જેનાં હર્દયમાં રામ હોય,
જેનાં કાર્યમાં શ્યામ હોય,
જેનાં ઉદ્દેશ્ય, ધર્મ- સંસ્કૃતિ- વિશ્ર્વ કલ્યાણ હોય તેવી સમજ હિન્દુ હિતચિંતક કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવી હતી તેમજ વિશેષ સમજણ માટે પત્રિકાઓ ની વહેંચણી પણ કરવામાં આવી હતી.