અમરેલી, અમરેલીમાં મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં બે વ્યક્તિઓના મોત નિપજયા છે. મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં અન્ય લોકોને પણ ગંભીર ઇજા પંહોચી હતી. આ ઘટનામાં ત્રણથી વધુ લોકોને ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જાફરાબાદમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ. જાફરાબાદના એક મકાનમાં આધેડ ચા પિતા હતા ત્યારે મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ. આ ઘટનામાં ૧ વ્યક્તિનું મોતન નિપજયુ છે. જ્યારે અન્ય લોકોને પણ ગંભીર ઇજાઓ પંહોચી છે. મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે ફાયર ફાયટરની ટિમ અને પોલીસ ઘટનાસ્થળે તુરંત પંહોચી ગઈ હતી. જે મકાન ધરાશાયી થયું તે એસબીઆઈ બેક્ધનું મકાન છે. જે જર્જરિત હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવે છે. મકાનની દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોનું ટોળું જમા થઈ ગયું હતું. અને ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં ફાયર ટીમને મદદ કરી રહ્યા હતા. દીવાલનો કાટમાળ પડતા જેસીબી મશીન દ્વારા તેને દૂર કરવામાં આવ્યો હતો. સંભવત અયોગ્ય સ્થિતિના કારણે જ મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની.
આ સાથે જ અન્ય ૫થી ૬ જેટલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો, એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહુવાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે ૨ લોકોના મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.