સહયોગ અને સુરક્ષાના અન્ય પાસાઓ પર પણ કામ કરીશું: જયશંકર

નવીદિલ્હી, પોતાનો સિંગાપોર પ્રવાસને પૂર્ણ કરીને વિદેશમંત્રી એસ. જયશંકર ફિલિપાઇન્સ પહોંચી ગયા છે. જયશંકરે ફિલિપાઇન્સના વિદેશ મંત્રી એનરિકે મનાલો સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.તેમણે જણાવ્યું હતું કે ભારત પોની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ જાળવી રાખવામાં ફિલિપાઇન્સને સમર્થન આપે છે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જયશંકરે કહ્યું કે તેમણે તેમના મનીલામાં પોતાના સમકક્ષ એનરિકે મનાલો સાથે ખૂબ સારી ચર્ચા કરી. તેમણે વધુમાં કહ્યું, હું ફિલિપાઇન્સને તેની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ જાળવવા માટે ભારતના સમર્થનને પુનરાવર્તિત કરવાની આ તકનો ઉપયોગ કરું છું. દરેક દેશને તેની સાર્વભૌમત્વ જાળવવાનો અને લાગુ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ તે બાબત છે જેના પર અમે ચર્ચા કરી છે.

પત્રકાર પરિષદને સંબોધતા જયશંકરે કહ્યું કે, અમે માત્ર એક મહત્વપૂર્ણ દરિયાઈ રાષ્ટ્ર નથી, પરંતુ અમે ઈન્ડો-પેસિફિકના બે છેડા છીએ. તદ્દન છેવાડે નહીં, પરંતુ ફિલિપાઇન્સ મયમાં ક્યાંક છે. દરેક દેશને દરિયાઈ સુરક્ષામાં રસ છે, પરંતુ આપણા કિસ્સામાં તે અન્ય ઘણા દેશો કરતા વધારે છે.

તેમણે આગળ કહ્યું, હવે અમારા સંબંધો ગાઢ બની રહ્યા છે તો સ્વાભાવિક વાત છે કે અમે હવે રક્ષા અને સુરક્ષાના વિસ્તારમાં આગળ કામ કરીશું. એ પણ મહત્વપૂર્ણ છે કે અમે સહકારના અન્ય પાસાઓ પર પણ ધ્યાન આપીએ. બંને દેશો ઇન્ડો-પેસિફિક મેરીટાઇમ ડોમેન અવેરનેસ ઇનિશિયેટિવ અને રીકેપનો ભાગ છે જે સિંગાપોરમાં સ્થિત છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે કે ગયા વર્ષથી બંને દેશો વચ્ચે નૌસેના કવાયત શરૂ કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તાજેતરના સમયમાં ગાઢ બન્યા છે.