ગાંધીનગર, ભાજપે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. ચોંકવનારી બાબત એ છે કે, ભાજપે પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસી નેતાઓને આ બેઠકો પર ટિકિટ આપી છે. આખરે ભાજપે પક્ષપલટો કરીને આવનારાઓ માટે વચન પાળ્યું છે.
વિજાપુર સીજે ચાવડા
પોરબંદર – અર્જુન મોઢવાડિયા
માણવદર – અરવિંદ લાડાણી
ખંભાત – ચિરાગ પટેલ
વાઘોડિયા – ધર્મેન્દ્રસિંહ વાઘેલા
સૌરાષ્ટ્રની ૩ બેઠક રાજકોટ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાકી છે. તેમજ જૂનાગઢ અને સુરેન્દ્રનગરથી પૂંજા વંશનું નામ ચર્ચામાં છે. રાજકોટથી હિતેશ વોરા અથવા ઈન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ મળી શકે છે.