શહેરા,શહેરા વહીવટી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. તાલુકા સેવા સદન ખાતે મામલતદાર ધર્મેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને માસ્ટર ટ્રેનરોની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં ઉપસ્થિત 20જેટલા માસ્ટર ટ્રેનરોને ઇવીએમ મશીન વિશે તેમજ મતદાન મથક પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિતની બાબતો ઝીણવટપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ માસ્ટર ટ્રેનરો દ્વારા આગામી દિવસોમા લોકસભાની ચૂંટણીમાં ફાળવવામાં આવેલા 286 જેટલા મતદાન મથક પર ફરજ બજાવનાર કર્મીઓને ઈવીએમ મશીન સહિતની વિસ્તૃત માહિતી તાલીમ દરમિયાન આપશે, તેમજ ચૂંટણી અધિકારી દ્વારા પણ મતદાન મથકના સ્ટાફને જરૂરી માર્ગદર્શન પણ તેઓ દ્વારા આપવામાં આવનાર છે. આ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટેના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.