પંચમહાલ આદિવાસી સમાજનું ગૌરવ 2018ની બેચના તાવિયાડ રાજહંસ ગમનભાઈ MBBSની ડીગ્રી પ્રાપ્ત કરી તબીબ બન્યા

મોરવા(હ),મોરવા હડફ તાલુકાના રજાયતા ગામના અને હાલ ગોધરા ખાતે રહેતા રાજહંસ તાવિયાડ ગમનભાઈ જેઓ વર્ષ 2018 ની બેચમાં અમદાવાદ ખાતે આવેલી બી.જે.મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ પૂર્ણ કરી ડિગ્રી મેળવી ડોકટરની પદવી પ્રાપ્ત કરી છે. ડો.રાજહંસ તાવિયાડના પિતા ગમનભાઈ તાવિયાડ દરૂણીયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેઓની માતા સવિતાબેન તાવિયાડ ગોધરા એસ.આર.પી ગ્રુપ ખાતે આવેલા દવાખાનામાં સ્ટાફ નર્સ તરીકે સેવા બજાવી રહ્યા છે. ડો.રાજહંસ તાવિયાડની ડોકટરની ઉપલબ્ધિથી સમસ્ત પંચમહાલ જિલ્લા, મોરવા હડફ તાલુકો, ગોધરા શહેર તેમજ સમસ્ત આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. જે બદલ સમાજ તરફથી તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.