ગોધરા,પંંચમહાલ જીલ્લામાં માર્ચ મહિનામાં સ્વાઈલ ફલુના 3 પોઝીટીવ કેસ નોંધાયા હતા. તે પૈકી બે દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ હતી. જ્યારે ગોધરા બામરોલી રોડ વિસ્તારમાં રહેતા વૃધ્ધનું સ્વાઈન ફલુથી મોત થયાની આરોગ્ય વિભાગ દ્વારા માહિતી અપાઈ છે.
પંચમહાલ જીલ્લામાં0 માર્ચ મહિનામાં સ્વાઈન ફલુના 3 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં 1 દર્દી ગ્રામ્ય વિસ્તારના તેમજ બે દર્દીઓ ગોધરા શહેરના હતા. 3 દર્દીઓના એચ-1 અને 1- ફલુ પોઝીટીવ આવતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તે પૈકી બે દર્દીઓ સાજા થઈ જતાં રજા આપવામાં આવી હતી. જ્યારે ગોધરા બામરોલી રોડ વિસ્તારમાં રહેતા 91 વર્ષીય વૃધ્ધનુંં મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાણકારી અપાઈ છે.
પંચમહાલમાં માર્ચ મહિનામાં એચ-1 એન-1ના 3 કેસ પોઝીટીવ આવ્યા હતા. તે તમામને રજા અપાઈ છે. રજા આપ્યા બાદ બામરોલી રોડ વિસ્તારના 91 વર્ષીય વૃધ્ધનું મોત નિપજાવા પામ્યું છે. બાકીના એક રૂરલ એરીયાના તેમજ એક ગોધરા શહેરના દર્દી છે. બન્નેની ક્ધડીશન સારી છે. :- એપીડેમીક મેડીકલ ઓફિસર, બી.કે.પટેલ….