લીમખેડા વિધાનસભા બેઠક પર સાંસદના ભાઈ શૈલેષભાઈની ટિકિટ કપાશે..??
જશવંતસિંહ ભાભોર પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોની પસંદગીમાં સામેલ: મોસાળમાં જમણ અને માં જ પીરસનારી ઉક્તિ સાર્થક સાબિત થશે. દાહોદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે ફુલગુલાબી ઠંડીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તારે એક તરફ ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ તરીકે પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે ઝંપલાવનાર આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 139 જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસ દ્વારા પણ ગઈકાલે સાંજે 43 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. તેના પગલે કેટલી જગ્યા પર આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટિકિટ ન મળતા અસંતુષ્ટો પક્ષને રામરામ કરી બીજા પક્ષમાં એન્ટ્રી લઈ રહ્યા છે. તો કેટલાકની ઘરવાપસી થઈ રહી છે. તારે બીજી તરફ છેલ્લા 27 વર્ષથી એક હથ્થું શાસન ચલાવનારી ભાજપમાં પણ 182 બેઠકો પર 4,000 થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા ભાજપમાં પણ ઉમેદવારોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રદેશ મુખ્યાલય કમલમ ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની મેરેથોન મીટીંગો યોજી ઉમેદવારોની પસંદગી માટે માથાપચી થઈ રહી છે. તો બીજી તરફ ચૂંટણી લડવા થનગનતા ટિકિટ વાંછુકો પોતાની ટિકિટ ફાઇનલ કરાવવા માટે છેક ગાંધીનગર સુધી લાંબા થઈ ગોડફાદારોની ચોખટ ચૂમી લોબિંગ કરી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતોની વચ્ચે આજરોજ બીજેપી પ્રદેશ પ્રમુખે મહત્વપૂર્ણ જાહેરાત કરતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કોઈપણ ભાજપના સગાને ટિકિટ નહીં મળવાનું જાહેર કરતા ટિકિટ મેળવવા માટે થનગની રહેલા નેતાઓના સગા વાલાઓ પણ મુઝવણમાં મુકાઈ ગયા હતા.ત્યારે દાહોદ જિલ્લામાંથી 84 જેટલાં ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે જે પૈકી કેટલીક જગ્યાએ તો પતિ પત્ની, પિતા પુત્રી, તેમજ સસરા પુત્ર વધુએ પણ ટિકિટ માંગી છે ત્યારે સી આર પાટીલની ગાઈડલાઈન મુજબ આ તમામ ટિકિટવાંછુંકોની આશા ઉપર પાણી ફેરવાઈ ગયું છે. સાથે સાથે દાહોદ જિલ્લાની હાઇ પ્રોફાઈલ ગણાતી તેમજ બીજેપીનું ગઢ ગણાતી લીમખેડા બેઠક પર વર્તમાનમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના નાના ભાઈ શૈલેષભાઈ ભાભોર છે. જોકે તેમણે પણ વિધાનસભા બેઠક પર ટિકિટ ની માંગણી કરી છે. ત્યારે તેમને પ્રદેશ પ્રમુખની ગાઈડલાઈન નથી નડતી? તે એક મોટો સવાલ છે. તો બીજી તરફ મોટાભાઈ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય પણ છે. અને તેઓ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં સામેલ છે. જોકે મોસાળમાં જમણવાર હોય અને મહા પીરસ નારી હોય તો છોકરૂં ભૂખયું મરે..? કદાચ તે વખતે સાર્થક સાબિત થશે..? સી આર પાટીલની ગાઈડલાઈન મુજબ લીમખેડા બેઠકના વર્તમાન ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર ની ટિકિટ કપાશે.? કે પછી પાર્લામેન્ટરી બોર્ડમાં સામેલ તેમના ભાઈ જશવંતસિંહ ભાભોર CR પાટીલની ગાઇડલાઇનની એસીતેસી કરી શૈલેષભાઈની ટિકિટ પાકી કરાવશે..? એક યક્ષપ્રશ્ર્ન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સી.આર.પાટીલની ગાઈડલાઈન મુજબ જો શૈલેષભાઈની ટિકિટ કપાય તો લીમખેડા વિધાનસભા બેઠક પર મોવડી મંડળ કોના પર પસંદગી ઉતારશે. તે પણ હાલ જોવું રહ્યું.