મોસ્કોમાં આતંક મચાવનારા ૪ આતંકવાદીઓની થઈ ધરપકડ, ૧૩૩ લોકોને માર્યા હતા

મોસ્કો, રશિયાની રાજધાની મોસ્કો પાસે એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું કે, મોસ્કોમાં ભરચક કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલો કરનારા ચારેય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પુતિને આ હુમલાને યુક્રેન સાથે પણ જોડ્યો અને કહ્યું કે ચાર આતંકવાદીઓ યુક્રેન તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, કુલ ૧૧ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને આ હુમલા સાથે સીધા જોડાયેલા ચાર આતંકવાદીઓને યુક્રેન જતી વખતે પકડવામાં આવ્યા હતા. મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં એક કોન્સર્ટમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો અને શોથી ફાયરિંગ કર્યું હતું. જેમાં ઓછામાં ઓછા ૧૩૩ લોકો માર્યા ગયા અને ૧૪૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

ઈસ્લામિક સ્ટેટ જૂથનું કહેવું છે કે આ હુમલા પાછળ તેનો હાથ છે. શનિવારે આઇએસ ચેનલ અમાકે ટેલિગ્રામ પર ચાર માસ્ક પહેરેલા લોકોની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેઓ એટલે કે આઇએસ આ હુમલામાં સામેલ હતા. જોકે રશિયાએ આઈએસના આ દાવા પર કોઈ કોમેન્ટ્સ કરી નથી.

પુતિને હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં રશિયામાં આ સૌથી ખરાબ હુમલો છે. પુતિને કહ્યું કે, હુમલાખોરોએ યુક્રેન ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. કિવ એ આ હુમલામાં કોઈપણ રીતે સામેલ હોવાના દાવાને “વાહિયાત” તરીકે નકારી કાઢ્યો.

કિવ એ દાવાને “વાહિયાત” ગણાવીને નકારી કાઢ્યો અને કહ્યું કે તે હુમલામાં કોઈ રીતે સામેલ નથી. યુક્રેનિયન મિલિટરી ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના પ્રવક્તા આન્દ્રે યુસોવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શંકાસ્પદ આતંકવાદીઓ યુક્રેન તરફ જઈ રહ્યા છે તેનો અર્થ એ થશે કે તેઓ મૂર્ખ છે. કારણ કે યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડીમિર ઝેલેન્સકીએ પુતિન પર હુમલા માટે યુક્રેનને દોષી ઠેરવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, રશિયામાં થયેલા હુમલાને કારણે પુતિને પોતાના નાગરિકો સાથે વાત કરવી જોઈએ અને તેમની મદદ કરવી જોઈએ અને આ હુમલા માટે યુક્રેનને જવાબદાર ન ઠેરવવું જોઈએ.