ઇઝરાયલે વ્યાપક યુદ્ધવિરામ માટે સંમત થવાનો ઇનકાર કર્યો છે

ગાઝા, યુદ્ધવિરામ વાટાઘાટોની જાણકારી ધરાવતા પેલેસ્ટિનિયન હમાસ જૂથના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટોમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ઊંડા મતભેદો છે. આ અઠવાડિયે દોહામાં યુદ્ધવિરામ અને સંભવિત બંધક અને કેદીઓના વિનિમય અંગેની વાટાઘાટો ફરી શરૂ થઈ હતી, જેમાં ઈઝરાયેલના જાસૂસ વડા ઈજિપ્તીયન, ઈરાકી અને યુએસ મયસ્થીઓ સાથે જોડાયા હતા.

અધિકારીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, હમાસ અને કબજેદાર (ઇઝરાયેલ) વચ્ચેની વાટાઘાટોમાં સ્થિતિનો ઊંડો તફાવત છે. દુશ્મન અસ્થાયી યુદ્ધવિરામ સુધી પહોંચવા માંગે છે જે પછી તે આપણા લોકો સામે તેની આક્રમક્તા ફરી શરૂ કરી શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ઇઝરાયલે વ્યાપક યુદ્ધવિરામ માટે સંમત થવાનો ઇનકાર કર્યો છે અને ગાઝામાંથી તેની સેનાને સંપૂર્ણપણે પાછી ખેંચવાનો પણ ઇનકાર કર્યો છે.

અધિકારીએ કહ્યું કે ઇઝરાયેલ રાહત, આશ્રય અને સહાયની બાબતોને તેના નિયંત્રણમાં રાખવા માંગે છે અને તેણે માંગ કરી છે કે સંયુક્ત રાષ્ટ્ર ગાઝા પટ્ટીમાં કામ પર પાછા ન આવે. ગાઝામાં મોટા પાયે નાગરિકોના મૃત્યુ અને માનવતાવાદી કટોકટી પર આંતરરાષ્ટ્રીય આક્રોશ વધવાથી ઇઝરાયેલ અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે લાંબા સમયથી તણાવપૂર્ણ સંબંધો બગડ્યા છે. ઑક્ટોબર ૭ના ઇઝરાયેલ પરના હમાસના હુમલામાં બંધકોની પરત ફરવું એ વાટાઘાટોમાં મુખ્ય પ્રશ્ર્ન રહ્યો છે – પરંતુ હમાસના અધિકારીઓએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી. પેલેસ્ટિનિયન જૂથ હમાસે હુમલામાં લગભગ ૨૫૦ ઇઝરાયેલી અને વિદેશી બંધકોને લીધા હતા, પરંતુ નવેમ્બરમાં એક અઠવાડિયાના યુદ્ધવિરામ દરમિયાન ડઝનેક લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા.