પાપુઆ ન્યૂ ગિની, પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે સવારે જોરદાર ભૂકંપ આવતા લોકો જાગી ગયા હતા. વાત જાણે એમ છે કે, પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૯ નોંધવામાં આવી છે. જીએપઝેડ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિમીની ઊંડાઈએ હતું. શરૂઆતમાં તેની તીવ્રતા ૬.૬ હોવાનું કહેવાય છે. પરંતુ બાદમાં ૬.૯ નોંધાયું હતું.
જો કે ભૂકંપના કારણે કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી હજુ મળી નથી. તમને જણાવી દઈએ કે, પાપુઆ ન્યુ ગિનીમાં ધરતીકંપ સામાન્ય છે, જે સિસ્મિક “રીંગ ઓફ ફાયર”ની ટોચ પર સ્થિત છે. તે તીવ્ર ટેકટોનિક પ્રવૃત્તિની ચાપ છે જે સમગ્ર દક્ષિણપૂર્વ એશિયા અને પેસિફિક બેસિનમાં વિસ્તરે છે. જો કે તેઓ છૂટાછવાયા વસ્તીવાળા જંગલોવાળા ઉચ્ચ પ્રદેશોમાં વ્યાપક નુક્સાન પહોંચાડતા નથી, તેઓ વિનાશક ભૂસ્ખલનને ઉત્તેજિત કરી શકે છે.