કોલકતા, હર્ષિત રાણા ભલે શનિવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે જીતનો હીરો બની ગયો હોય, પરંતુ તેના ખરાબ વર્તનને કારણે મ્ઝ્રઝ્રૈંએ તેને દંડ ફટકાર્યો છે.આઇપીએલ ૨૦૨૪ની ત્રીજી મેચ દરમિયાન હર્ષિત રાણાએ સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર મયંક અગ્રવાલને ‘લાઈંગ ક્સિ’ આપી હતી. મયંક તેની ક્રિયાથી ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો. એક તરફ પ્રશંસકો હર્ષિત ની બોલિંગના વખાણ કરી રહ્યા હતા, તો બીજી તરફ તેઓ તેને સિનિયર ખેલાડીઓનું સન્માન કરવાનું જ્ઞાન પણ આપી રહ્યા હતા. હવે બીસીસીઆઇએ તેના પગલા સામે કાર્યવાહી કરી છે અને હર્ષિત ને મેચ ફીનો દંડ ફટકાર્યો છે.
બીસીસીઆઇ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, ‘કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર હર્ષિત રાણા પર માર્ચના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેની ટીમની ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની મેચ દરમિયાન આઇપીએલ આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મેચ ફીના કુલ ૬૦ ટકાનો દંડ લાદવામાં આવ્યો છે. અખબારી યાદી મુજબ રાણાએ એક નહીં પરંતુ બે વખત આચારસંહિતાનો ભંગ કર્યો છે. પ્રથમ ગુના માટે ૧૦ ટકા દંડ અને બીજા ગુના માટે ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, મયંક અગ્રવાલ બાદ તેણે છેલ્લી ઓવરમાં હેનરિક ક્લાસેનને પણ આઉટ કર્યો હતો.
અખબારી યાદીમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘રાણાએ આઇપીએલ આચાર સંહિતાની કલમ ૨.૫ હેઠળ લેવલ ૧ના બે ગુના કર્યા હતા. તેના પર બે સંબંધિત ગુનાઓ માટે તેની મેચ ફીના ૧૦ ટકા અને ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. રાણાએ બે ગુના કબૂલ કર્યા અને મેચ રેફરીની સજા સ્વીકારી. આચાર સંહિતાના લેવલ ૧ ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનર્ક્તા છે.’
હેનરિક ક્લાસને શાનદાર બેટિંગ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સના હૃદયના ધબકારા વધારી દીધા હતા. છેલ્લી ઓવરમાં જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે ૧૩ રનની જરૂર હતી ત્યારે શ્રેયસ અય્યરે બોલ ૨૨ વર્ષના હર્ષિત રાણાને આપ્યો હતો. ક્લાસેને તેના પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હોવા છતાં, તેણે પછીના ૫ બોલમાં માત્ર ૨ રન જ આપ્યા અને ક્લાસેન અને શાહબાઝ અહેમદની વિકેટ લઈને કેકેઆરને મેચ અપાવી.