અમદાવાદ, અમદાવાદમાં બીઆરટીએસ બસમાં ચોરી કરતા દંપતીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે,આ ચોરી કરનાર બીજુ કોઈ નહી પણ દંપતી નિકળ્યું છે,ક્રાઈમ બ્રાન્ચને બાતમી હતી કે દંપતી ભીડનો લાભ લઈ બસમાં ચોરીને અંજામ આપે છે,હાલ તો પોલીસે ૩.૨૩ લાખના દાગીના સાથે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
અમદાવાદની બીઆરટીએસ બસમાં ચોરીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યાં છે,ભીડનો લાભ લઈ તસ્કરો ચોરી કરતા હોય છે,કયારેક કોઈના મોબાઈલ ફોન તો કયારેક પર્સની પણ ચોરી થતી હોય છે,પોલીસે દંપતીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી તો સામે આવ્યું કે અત્યાર સુધીમાં ૩ જગ્યાએ બસમાં ચોરી છે,છેલ્લે સોનાના દાગીનાની ચોરી કરી હતી.તો બીજી તરફ પતિ કોઈ કામ ધંધો કરતો નથી.અને રૂપિયાની જરૂર પડતા ચોરીના રવાડે ચડયા હોવાની વાત સામે આવી છે.
ક્રાઈમ બ્રાન્ચ ગુનેગારોને પકડવામાં માહીર છે,જયારે પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનાનો ભેદ ઉકેલાય નહી તો તે કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરતી હોય છે અને આરોપીની ધરપકડ પણ કરતી હોય છે,મહત્વનું છે કે બીઆરટીએસ બસમાં એક નહી પણ અનેક વખત ચોરી થતી હોવાની વાત આપણે પણ સાંભળી ચૂકયા છીએ.તો દંપતીની ધરપકડ બાદ વધુ ખુલાસાં થશે.