અમદાવાદ, અમદાવાદના કુબેરનગરમાં શરમજનક ઘટના બની છે. જેમાં એક લોન એજન્ટ મહિલાને બે મહિલાઓ બ્લેકમેઈલ કરીને તેનો વિડીયો ઉતારી ૩ લાખ પડાવ્યા હતા. આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કુબેરનગરમાં બે મહિલાઓએ લોન એજન્ટ મહિલાને કેફી પીણું પીવડાવી તેનો આપત્તિજનક વિડીયો ઉતાર્યો હતો. ત્યારબાદ બન્ને મહિલા આરોપીઓએ આ વિડીયો તેના પતિને બતાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં લોન એજન્ટ મહિલાને બ્લેકમેઈલ કરીને તેની પાસેથી ૩ લાખ રૂપિયા પડાવ્યા હતા. બન્ને આરોપી મહિલાના નામ પુજા દાવર અને મંજુ આહુજા હોવાનું હોવાનું બહાર આવ્યું છે. મહિલાએ આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.