સુરતના કડોદરામાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી

સુરત, સુરતમાં ગુનાઓ દિનપ્રતિદીન વધતા જાય છે ત્યારે હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. સુરતમાં આવેલા પલસાણાના કડોદરા વિસ્તારમાં શિવમ રહેતા યુવકને અન્ય લોકોની બબાલ થઈ હતી. બબાલ વધતાં અન્ય લોકોએ શિવમ નામના યુવકની ચાકુના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. કડોદરાના અરિહંત પાર્ક વિસ્તારમાં આ ઘટના બનવા પામી હતી. ઘટના બનતાં જ કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ હત્યારાને શોધવા વધુ તપાસ હાથ ધરી હતી. હત્યાનું કારણ હજુ શોધી શકાયું નથી.