- ડાકોરના મેળામાં બંદોબસ્તમાં આવેલા એસઆરપી જવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું
યાત્રાધામ શામળાજીમાં હોળી અને ધૂળેટીના તહેવારોને લઈ ભક્તોની મોટી ભીડ દર્શન કરવા માટે ઉમટી છે. શામળાજી મંદિરે ફાગણ સુદ પૂણમાએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. અહીં ફાગણની પુનમનું વિશેષ મહત્વ હોય છે. ભક્તો મંદિર પરિસરમાં રંગોનો તહેવાર ઉજવતા હોય છે.
ભગવાન શામળિયાને પણ કેસૂડાનો રંગ છાંટવામાં આવતો હોય છે. ચાંદીની પિચકારી વડે ભગવાન પર રંગ છાંટવામાં આવતો હોય છે. અબીલ અને ગુલાલની છોળો ઉડાડવામાં આવતી હોય છે. આમ ભગવાનને હોળી રમાડવા માટે ભક્તો ઉત્સાહભેર અહીં જોવા મળતા હોય છે. મંદિરમાં ભક્તો પર રંગ ઉડાડવામાં આવ્યો હતો.
ડાકોરમાં શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા લાખો લોકો દર્શન માટે ઉમટી પડયા હતાં ત્યારે ખેડાના ડાકોરમાં ફાગણી પુનમનો ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ડાકોરમાં શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે લાખો લોકો આવી રહ્યા છે. ડાકોરમાં લાખો લોકોએ રાજા રણછોડરાયજીના દર્શન કર્યા છે.ભગવાનને રંગોથી શણગાર કરવામાં આવ્યો હતો બીજી તરફ દ્વારકાના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા દૂરદૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા ખાતે ઉમટયા હતાં
ડાકોર જવાના રસ્તાઓ ભગવાનના ભક્તોથી ઉભરાયા છે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો પગપાળા ડાકોર જઈ રહ્યાં છે.ત્યારે મેળા વચ્ચે એક દુખદ ઘટના બની છે. ડાકોરના મેળામાં બંદોબસ્તમાં આવેલા એસઆરપી જવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.ડાકોરના લોકમેળામાં બંદોબસ્તમાં આવેલા એસઆરપી જવાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું છે. ૪૦ વર્ષીય રામજીભાઈ પરમાર ડાકોર ફાગણી પૂનમના બંદોબસ્તમાં આવ્યા હતા. સવારે ૮:૩૦ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. રામજીભાઈ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવવા આવ્યા હતા, તેઓ ડાકોર ફાગણી પૂનમના બંદોબસ્તમાં આવ્યા હતા. ઓફિસ વર્ક કરતા કરતા અચાનક રામજીભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુખાવો થતા એમ્બ્યુલન્સ દ્વારા રમેશભાઈને ડાકોર સરકારી હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. રામજીભાઈ પરમાર મૂળ ડીસા તાલુકાના વતની છે. હાલ રામજીભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.અમદાવાદના ઇસ્કાના રાધા ગોંવિદ,ભાડજ હરે કૃષ્ણ સહિતના મંદિરોમાં પણ ભગવાનના ભકતો ઉમટી પડયા હતાં.