અમદાવાદ, ,અમદાવાદના બોપલમાં આવેલા ટીઆરપી મોલમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. મોલના ૫મા માળે ગેમઝોન સ્કાય ટ્રમ્પોલાઈનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગ એટલી ભીષણ હતી કે ઈમારતના પાંચમા માળ સુધી આ આગ પ્રસરી ગઈ હતી. જો કે આ આગ કયા કારણોસર લાગી તેનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા ૧૦થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાઈર વિભાગની ૧૦ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગને કારણે મોલમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે સમય સૂચક્તાથી તમામ લોકોને બહાર કઢી લેવામાં આવ્યા હતા અને મોટી જાનહાની ટળી હતી. ઉલ્લેખનીય છે કે ટીઆરપી મોલમા ગેમિંગ ઝોનની બાજુમાં જ થિયેટર આવેલું છે જ્યાથી પણ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.