ભાવનગર ભાવનગરમાં અલંગ સ્થિત આવેલી સૌથી મોટી શિપ બ્રેકિંગ કંપનીમાં દેશ વિદેશના અનેક જહાજો આવે છે. અહીં શિપ બ્રેકિંગ માટે આવેલા સૌથી મોટા જહાજમાં લૂંટની ઘટના સામે આવી છે. કન્ટેઈનર કંપની એમએસસીના સૌથી મોટા ‘ઈરિકા’ જહાજમાં લૂંટની ઘટના બની છે. દરિયાઈ લૂંટારૂઓ જહાજમાં ૫૦ લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા છે.
શ્રી રામ ગૃપ ઓફ કંપનીએ સાઉથ કોરિયાથી જહાજ ખરીદતા આ જહાજ અલંગ આવ્યુ હતુ. રિસાયકલિંગ માટે આવેલ આ જહાજને બ્રિચીંગ માટે બહાર પાણીમાં રખાયુ હતુ. આ દરમિયાન લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો અને જહાજમાંથી ૫૦ લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. આ ઘટના અંગે અનેકવાર મરીન પોલીસને રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહીરૂપે પગલા ન લેવાતા હોવાનો આક્ષેપ કંપની દ્વારા કરવામાં આવ્યો છે.