ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર થયો હતો અને તેઓ ઇજાગ્રસ્ત થયા છે ઇમરાન ખાન પર ગુજરાંવાલામાં તે સમયે હુમલો થયો જયારે તે લોન્ગ માર્ચ દરમિયાન પોતાની ટ્રેક પર ઉભા હતાં જો કે આ પહેલો પ્રસંગ નથી જયારે પાકિસ્તાનમાં મોટો નેતાઓ પર જીવલેણ હુમલો થયો હોય.
પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન લિયાકત અલી ખાનને રાવલપિંડીની કંપની બાગમાં મંચ પર મારી નાખવામાં આવ્યા હતાં. લિયાકત અલી ખાન ૧૬ ઓકટોબર ૧૯૫૧ના રોજ કંપની ગાર્ડનમાં લોકોની વચ્ચે પહોંચી તેમને સંબોધિત કરી રહ્યાં હતાં ગોળીબાર બાદ તે મંચ પર પડી ગયા હતાં ત્યારબાદ તેમને તાકિદે સેના હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં પરંતુ તેમનું મોત નિપજયું હતું.
પાકિસ્તાનના એક વધુ પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી વર્ષ ૨૦૦૭માં ૨૭ ડિસેમ્બરે ચુંટણી પ્રચાર દરમિયાન તે કારની બહાર નિકળી લોકોનું અભિવાદન સ્વીકાર કરી રહ્યાં હતાં ત્યારે તેમની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદ હુમલાખોરો ખુદને પણ ઉડાવી દીધો હતો બેનજીર ભુટ્ટો બીજીવાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતાં વર્તમાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો તેમના પુત્ર છે.
બેનજીરના પિતા અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન જુલ્ફિકાર અલી ભુટ્ટોને હત્યાના આરોપમાં ચાર એપ્રિલ ૧૯૭૯ના રોજ જનરલ જિયા ઉલ હકના સૈન્ય શાસને ફાંસી આપી દીધી હતી આ પહેલા ૧૯૭૫માં તેમને પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી બરતરફ કરવામાં આવ્યા હતાં. ફાંસીના નવ વર્ષ બાદ હકનું એક વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું જો કે એ સંદેશ પણ છે કે આ એક હત્યા હતાં.
જયારે પાકિસ્તાનના તે સમયના ગૃહમંત્રી અહસાન ઇકબાલ પર પંજાબ રાજયમાં એક રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો હતો તેને ખભા પર ઇજા થઇ હતી આ હુમલો ત્યારે થયો હતો જયારે તે કંઝરૂર તાલુલાના નરોવાલમાં એક નુક્કડ સભાને સંબોધિત કરી રહ્યાં હતાં હુમલાખોરે ઇકબાલ પર લગભગ ૧૮ મીટરના અંતરેથી નિશાન સાંયું હતું તેની પાસે ૩૦ બોરની પિસ્તોલ પણ હતી