ઉર્જા સંરક્ષણ વિશે જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત ઉર્જા મિત્ર- હોમવાન પ્રદર્શન યોજવામાં આવ્યું

દાહોદ,ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ હસ્તકના ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) ગાંધીનગર પ્રેરિત અને જયભારતી ફાઉન્ડેશન સુરત તેમજ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સુરત દ્વારા ઉર્જા સંરક્ષણ વિશે જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત ઉર્જા મિત્ર -હોમવાન પ્રદર્શન કાર્યક્રમ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ પંડ્યા હાઇસ્કુલ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં 20/03 /2024ના રોજ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા ઉર્જા એટલે શું? તેના પ્રશ્ર્નો, સંરક્ષણ જરૂરિયાત, ઉર્જા સંરક્ષણ દ્વારા પર્યાવરણ સુરક્ષા, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જના કારણો અને અસરો પ્રત્યે જાગૃતતા ઉભી થાય, ઊર્જાનો કાર્યક્ષમ અને વિવેક પૂર્વક ઉપયોગ કરતા થાય, પુન પ્રાપ્ય જેવા ઉર્જા વૈકલ્પિક સ્ત્રોતો અને કાર્યક્ષમ ઉપકરણોના ઉપયોગ દ્વારા ઊર્જાની કટોકટીને અમુક અંશે નિવારી શકાય તેવા તેવા અગત્યના મુદ્દાઓ પર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન, વાર્તાલાપ, પ્રદર્શન વાનમાં ડિસ્પ્લે કરવામાં આવેલ ઈલેક્ટ્રીક સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ, પાવર સેવર પેનલ દ્વારા ડેમોસ્ટ્રેશન, પ્રશ્ર્નોત્તરી માટે વિસ્તૃત માર્ગદર્શન જય ભારતી ફાઉન્ડેશન સુરત તરફથી તજજ્ઞ અમિતભાઈ જરીવાલા દ્વારા આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નવજીવન વિદ્યા સંકુલના જોઈન્ટ ડાયરેક્ટર આર.કે. પટેલ, સ્વનિર્ભરના કોર્ડીનેટર પી.ઓ.શેઠ, સ્વનિર્ભર પ્રાથમિક શાળાના આચાર્યા રીંકલબેન કોઠારી, વિજ્ઞાન ગુર્જરીના જીલ્લા કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા, શાળાના શિક્ષક મિત્રો તેમજ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ બાળકો માટે ખૂબ જ માહિતીસભર અને ઉપયોગી રહ્યો હતો.