દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે 06 જેટલા ઈસમોએ છોકરો છોકરી ભગાડી લઈ ગયો હોય તેની ફરિયાદ નોંધાંતાં તેની અદાવત રાખી એક વ્યક્તિના ઘરે રોજેરોજ આવી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં આવા ત્રાસથી વાજ આવી તેમજ મનમાં લાગી આવતાં 42 વર્ષિય એક વ્યક્તિએ ગામમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે તળાવ ફળિયામાં રહેતાં 42 વર્ષિય દિનેશભાઈ મતાભાઈ મુનીયાની છોકરીનું અપહરણ વિજયભાઈ રમેશભાઈ ડામોર (રહે. ગરાડુ, તળાવ ફળિયું, તા. ઝાલોદ, જી. દાહોદ) નો કરી ગયો હતો. જે બાબતે દિનેશભાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારે આ મામલે ઝાલોદના ગરાડુ ગામે તળાવ ફળિયામાં રહેતાં રમેશભાઈ ચોકલાભાઈ ડામોર, વિપુલભાઈ બાબુભાઈ ડામોર, બાબુભાઈ હકલાભાઈ ડામોર, સુનીલભાઈ સોમલાભાઈ ડામોર, આનંદભાઈ બાબુભાઈ ડામોર અને સમુભાઈ જોતીભાઈ ડામોરનાઓએ ફરિયાદ કરી હોવાની અદાવત રાખી દિનેશભાઈના ઘરે અવાર નવાર આવતાં હતાં અને જોર જોરથી બુમો પાડી, કીકીયારીઓ કરી કહેતા હતાં કે, દિનેશ તારી દિકરી અમારો દિકરો પત્નિ તરીકે રાખવા સારૂ લઈ ગયેલ છે. જેની ફરિયાદ તે આપેલ છે, જે સારૂ કરેલ નથી અને આ તારી છોકરીને અમે તને પરત સોંપવાના નથી, તારાથી જે થાય તે કરી લેજે અને તું અમને રસ્તામાં ક્યાંક મળે તો તને પણ જોઈ લઈશું, તેવી ધમકીઓ આપી બુકણી કરેલ જેના કારણે તા.16.03.2024ના રોજ પણ ઉપરોક્ત ઈસમો દિનેશભાઈ તથા તેમની પત્નિને માર મારી શારિરીક અને માનસીક ત્રાસ આપ્યો હતો. ત્યારે દિનેશભાઈને મરી જવા માટે મજબુર કરતાં અને દિનેશભાઈને મનમાં લાગી આવતાં ગત તા.21,22મી માર્ચના સમયગાળા દરમ્યાન દિનેશભાઈએ ગરાડુ ગામે મજુતીયા ભૈયરા ડુંગર પાસે ખેતરમાં લીમડાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ સંબંધે મનિષભાઈ દિનેશભાઈ મુનીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.