દે.બારીઆ તાલુકાના અંતેલા ગામે સ્ટેટ સમય થી હોળી પર્વના બે દિવસ પહેલા (તેરસ)ની મેવાસી હોળી પ્રગટાવવાની પરંપરા

  • પાવાગઢના મેવાસી લોકો એ અંતેલા ગામે વસવાટ કરી હોળી પ્રગટાવી હતી ત્યારથી મેવાસી હોળી તરીકે પ્રચલીત છે.

દાહોદ, સમગ્ર દેશમાં ફાગણસુદ પૂનમના દિવસે હોળી પર્વ ઉજવવામાં આવેલ છે. દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા માં સ્ટેટ સમયથી ઉજવાતી મેવાસી હોળીનું નામ સાંભળતાં કંઈક અજુગતુ લાગશે કારણ કે, અહીં પરંપરાગત મેવાસી હોળી ફાગણ સુદ પુનમ ના બે દીવસ પહેલા તેરસ એટલે કે, 22 માર્ચના રોજ અને ધુળેટી 23 માર્ચના રોજ બે દિવસ પહેલા નોખી રીતે ગ્રામજનોની ઉપસ્થિતીમાં ઉજવાઈ હતી.

પાવાગઢના રાજા પતઈરાવળ ઉર્ફે જયસિંહ અને મહંમદ બેગડા વચ્ચે યુધ્ધ થતાં પાવાગઢ બેગડાએ જીતી લીધુ હતું. ત્યારે તેના બે પુત્રો સાથે રાયસિંહજી અને કંગરસિંહજી ત્યાંથી ભાગી છુટ્યાં હતાં. મેવાસી લોકો પણ પાવાગઢ થી નીકળી ગયા હતા અને અંતેલા ગામે વસવાટ કર્યો હતો. તે પૈકીના એક પુત્રએ દેવગઢ બારીઆ સ્ટેટની સ્થાપના કરી હતી તે સમયના રાજાઓ રંગીલા અને શોખીન મિજાજના હોઈ આ રાજાઓએ પાંચ મહેલોમાં જુદા જુદા સ્થળોએ તેરસના દિવસથી જ હોળી પ્રગટાવવાની શરૂઆત કરી હતી. જેમાં અંતેલા ગામે આ આ દેવગઢ બારીયા સ્ટેટસ રાજા એ અંતેલાં ગામે તેરસની તિથીએ પાવાગઢની હોળી પહેલા અહીના મેવાસી લોકો સાથે હોળી પર્વના બે દિવસ પહેલા તેરસ ની તિથિએ પુજા અર્ચના કરી હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી અને તે પછી તાલુકાના અનેક ગામોમાં ચૌદસ અને પૂનમની હોળી પ્રગટાવવામાં આવતી જેને લઇ આજે પણ આ અંતેલા ગામની હોળી મેવાસી હોળી તરીકે ઓળખવામાં આવે છે. અંતેલા ગામે પણ પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા મુજબની 22 માર્ચના રાતના હોળી પ્રગટાવવામાં આવી હતી અને 23 માર્ચના રોજ ધુળેટી પણ જોરશોરથી રમ્યા હતાં. બે દિવસ અગાઉ ઉજવાતી હોળી જે સ્થળે પ્રગટાવાય છે તેનું નામ આજે પણ હોળી ફળિયા તરીખે ઓળખાય છે.

આ મેવાસી હોળીની ખાસ ખાસીયત એ છે કે, અંતેલા ગામ એ દશ થી વધુ ફળીયાનું ગામ છે. જે ગામમાં દશ હજાર થી વધુ વસ્તી વાળુ ગામ હોવા છતાં પણ અહી બીજા કોઇ ફળીયામાં હોળી પ્રગટાવવામાં આવતી નથી અને વડવાઓના કહેવા પ્રમાણે અગાઉ એક ફળીયામાં હોળી પ્રગટાવ તા તે ફળીયાના લોકો બીમારીમાં સપડાયાં હોવાની લોક વાયકાના કારણે આજે પણ આટલા મોટા ગામમાં એકજ હોળી પ્રગટાવવામાં આવે છે અને આજે પણ વર્ષો થી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીના લોકો મેવાસી હોળી ની ધામ ધુમ પુર્વક ઉજવણી કરે છે.