દાહોદ.દાહોદ એલસીબી પોલીસે લીમખેડાના જાદાખેરીયા ગામે રહેતા બુટલેગરના રહેણાંક મકાનની બાજુમાં બનાવેલ બાથરૂમ માંથી રૂપિયા 29,000/- ઉપરાંતનો બિયરનો જથ્થો ઝડપી પાડી કબજે લઈ બુટલેગરની અટકાયત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
લીમખેડાના જાદાખેરીયા ગામના અર્જુનભાઈ કિશનલાલ પલાસ તથા ચીલાકોટા ગામના નૈનેશભાઈ છગનભાઈ તડવીએ એકબીજાના મેળપીપણાથી વાદળી કલરની એક ફોરવીલ ગાડીમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો લાવીને જાદાખેરીયા ગામના બુટલેગર શૈલેષભાઈ મંગાભાઈ માવીને આપી ગયા હતા. જે બિયરનો જથ્થો શૈલેષભાઈ મંગાભાઈ માવીએ પોતાના રહેણાંક મકાનની બાજુમાં બનાવેલ બાથરૂમમાં મુકેલ હોવાની ગુપ્ત બાતમી દાહોદ એલસીબી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે ગતરોજ રાતના સાતથી આઠ વાગ્યા સુધીના સમયગાળામાં દાહોદ એલસીબી પોલીસે બાતમીમાં દર્શાવેલ જાદાખેરીયા ગામના બુટલેગર શૈલેષભાઈ મંગાભાઈ માવીના રહેણાંક મકાનની બાજુમાં બનાવેલ બાથરૂમમાં સપાટો બોલાવી બાથરૂમમાંથી રૂપિયા 29,490/- ની કુલ કિંમતના બીયર ટીન નંગ 211 પકડી પાડી કબજે લઈ બુટલેગર શૈલેષભાઈ મંગાભાઈ માવીની અટકાયત તેને બિયરના જથ્થા સાથે લીમખેડા પોલીસને સુપરત કરતા લીમખેડા પોલીસે પ્રોહિનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.