- અમદાવાદમાં ઇશુદાન ગઢવી સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી
અમદાવાદ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર પોલિસીમાં મની લોન્ડ્રિંગને લઈને કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. કેજરીવાલે ઈડી લોકઅપમાં રાત વિતાવી હતી. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે ઈડીએ દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ કેજરીવાલને ઈડી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. કેજરીવાલે ઈડી લોકઅપમાં રાત વિતાવી. કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે ગુજરાતભરમાં આપના કાર્યર્ક્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામા આપના કાર્યર્ક્તાઓની અટકાયત કરવામા આવી છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુ્ખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપના કાર્યકરોએ સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરી ધરપકડ વ્હોરી હતી. અમદાવાદમાં ઇશુદાન ગઢવી સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.અરવિંદ કેજરીવાલની ધરપકડ પર આપ ગુજરાત પ્રમુખ ઇસુદાને નિવેદન આપ્યુ હતુ કે, ઈડીએ ખોટા કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. કેજરીવાલ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. મનિષ સિસોદિયા સામે પણ પુરાવા નથી ભેગા થઈ શક્યા, આરોપી સાક્ષી બની જતા તેની જુબાની બાદ કેજરીવાલની ધરપકડ થઇ છે. કેજરીવાલના પરિવારને પણ મળવા દેવામાં નથી આવતા.જામ જોધપુરમાં હેમંત ખવા સહિતના નેતાઓએ ધરપડક વ્હોરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ મામલે સુરત આપ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. મોટી સંખ્યામાં આપના કાર્યર્ક્તા અને કોંગ્રેસના લૉક્સભાના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાયા હતા. વિરોધ વધુ ના વકરે તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા આપના ૨૦ કાર્યર્ક્તાઓને ડિટેઇન કરાયા હતા.
રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડનો મામલે આપના કાર્યર્ક્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. ઈન્ડિયન એલાયન્સ દ્વારા ક્સિાનપરા ચોકમાં વિરોધ દર્શાવાયો હતો. કોંગ્રેસ અને આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આપના ધારાસભ્ય સહિતના આગેવાનો અને કોંગ્રેસના પ્રદેશ અને શહેરના આગેવાનો પણ વિરોધમાં જોડાયા હતા. રાજકોટમાં આપના કાર્યકરો અને ધારાસભ્યની અટકાયત કરવામાં આવી છે. એનસીપી નેતા રેશમા પટેલની પણ અટકાયત કરાઈ હતી ક્સિાનપરા ચોક ખાતે આપના ધારાસભ્ય રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો