- મઠ નજીકથી કેટલાક ઉશ્કેરણીજનક લખાણ લખેલા કાગળ પણ મળી આવ્યા
ભરૂચ, લોક્સભા ચૂંટણી આવી છે, ત્યારે ચૂંટણીમાં અટકચાળો કરવા માટે અસામાજિક્તત્વો પણ ફરતા થઈ ગયા છે. ભરૂચમાં બે કોમ વચ્ચે વૈયમનસ્ય થાય તેવી એક ઘટના બની છે. હિન્દુ સમુદાયના એક મઠને સળગાવવાનો પ્રયાસ કરાયો છે. મોડી રાત્રે એક વ્યક્તિએ મઠ પર જ્વલનશિલ પદાર્થ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સમય સુચક્તાથી આગ વધારે ફેલાતી અટકાવી દેવામાં આવી હતી. તો મઠ નજીકથી કેટલાક ઉશ્કેરણીજનક લખાણ લખેલા કાગળ પણ મળી આવ્યા
લોક્સભાની ચૂંટણી આવી છે ત્યારે ભરૂચના નવાચોકી ઓવાર ખાતે આવેલા શંકરાચાર્ય મઠ પર કોઈ નરાધમે જઘન્ય કૃત્ય કર્યું. એવું કૃત્ય કર્યું કે જેને ક્યારેય માફ કરી શકાય તેમ નથી. શંકરાચાર્યના મઠને આગને હવાલે કરી દેવાનો તેણે પ્રયાસ કર્યો છે.પરંતુ સમય સુચક્તાથી બધુ બચી ગયું. મોડી રાત્રે કાળા કપડા અને માથા પર જાળીવાળી સફેદ ટોપીમાં આવેલો એક નરાધમ મઠ પર જ્વલનશીલ પદાર્થ છાંટે છે. ત્યારપછી પથ્થરના ઘા મઠ પર કરે છે. એટલું જ નહીં પોતાના થેલામાં રહેલા કેટલાક ઉશ્કેરણીજનક લખાણ લખેલા કાગળ ફેંકે છે. થોડીવાર પછી મઠમાં આગ લગાવીને ફરાર થઈ જાય છે. આગ લગાવવાના આ દ્રશ્યો સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આખરે આ નરાધમ કોણ છે?. કોણ છે આ જઘન્ય કૃત્ય કરનારો? કોણ છે આ અજાણ્યો વ્યક્તિ જેને બે કોમ લડી મરે તેવો ઈરાદો છે?. મોડી રાત્રે લગાવવામાં આવેલી આગને તો બુઝાવી દેવામાં આવી. પરંતુ જ્યારે વહેલી સવારે આ ઘટનાની ખબર વિસ્તારમાં પડી તો મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
પોલીસે પણ સમય સુચક્તા દાખવી ત્વરીત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ખુદ જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પોલીસે શંકરાચાર્ય મઠના મહંતની ફરિયાદ લઈ મઠને આગ લગાવનારા નરાધમને શોધવા માટે ટીમો કામે લગાવી દીધી છે. તો આ ઘટના પછી હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. નર્મદા નદીને કાંઠે આવેલા આસ્થાનું કેન્દ્ર સમાન આ મઠના દુશ્મન કોણ છે?…પોલીસે મઠની તપાસ કરી તો ઉશ્કેરીજનક લખાણ લખેલા કાગળો પણ મળી આવ્યા હતા. જેમાં સર તન સે જુદા જેવા લખાણો લખાયેલા હતા. પોલીસે આ તમામ સાહિત્ય કબજે કરી લીધું છે. બીજી તરફ વિશ્ર્વ હિન્દુ પરિષદે આ ઘટનાને વખોડી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનારા નરાધમને જલદી ઝડપી લેવા માંગ કરી છે.