મુંબઇ,
‘હરિયાણાની શકીરા’ કહેવાતી ડાન્સર ગોરી નાગોરી બિગ બોસના ઘરમાં પહોંચ્યા બાદ દેશભરમાં ફેમસ થઈ ગઈ છે. બિગ બોસના ઘરમાં ગોરી નાગોરી હંમેશા ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે. તે હંમેશા વેસ્ટર્ન પોશાકમાં જોવા મળે છે. ફેન્સ પણ તેને ખૂબ પસંદ કરવા લાગ્યા છે. આ દરમિયાન બિગ બોસના ઘરની અંદર ગોરી નાગોરીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, જેમાં તે હિજાબ પહેરેલી જોવા મળી રહી છે. ચાહકોએ ગોરીનો આવો અવતાર આ પહેલા ભાગ્યે જ જોયો હશે, તો આ ફોટો જોઈને બધા આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા છે.
જે ફોટો સામે આવ્યો છે તે લાઈવ ફીડનો માનવામાં આવી રહ્યો છે આ ફોટોમાં સલવાર કમીઝ સાથે હિજાબ પહેરેલી જોવા મળી રહી છે પરંતુ ગોરીના આ લુકને અત્યાર સુધી શોમાં દેખાડવામાં આવી રહ્યો નથી. શોમાં ગોરી હંમેશા ગ્લેમરસ અને વેસ્ટર્ન અંદાજમાં જોવા મળી છે. માનવામાં આવી રહ્યું છે કે, ગોરીનો આ ફોટો તે સમયનો છે જ્યારે ગોરી નમાજ માટે તૈયાર થઈ હતી. નમાઝ પઢવા માટે મુસ્લિમ મહિલાઓ આ રીતે હિજાબ પહેરે છે.
આ વાત અમુક લોકો જ જાણે છે કે, ગોરી નાગોરી મુસ્લિમ પરિવારમાંથી આવે છે. ગોરીનો જન્મ રાજસ્થાનમાં થયો છે. તેનું અસલી નામ તસ્લમીમા બાનો છે પરંતુ તે ગોરી નાગોરીના નામથી મશહુર છે. બિગ બોસની સીઝન ૧૬માં કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી કર્યા બાદ તેની ફેન ફોલોઈંગમાં ખુબ જ વધારો થયો છે.
ગોરી નાગોરીને ડાન્સર બનવાની આ સફળ મુશ્કિલ ભર્યું છે. ગોરી નાગોરીના પરિવાર નહોતા ઈચ્છતા કે, તે ડાન્સર બને. ગોરીના પરિવારના લોકો તેના ડાન્સ કરવાની વિરુદ્ધ હતા પરંતુ પરિવારની ના છતાં ગોરી નાગોરીએ ડાન્સ છોડ્યો ન હતો અને ડાન્સમાં તેની એક અલગ ઓળખ ઉભી કરી છે, પરંતુ સલમાન ખાનના હોસ્ટ શો બિગ બોસથી ગોરી નાગોરી વધુ ફેમસ થઈ છે.