ચંડીગઢ,
સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પંજાબના પ્રખ્યાત ગાયકો પર શંકાની સોય તાકવામાં આવી રહી છે. આ કેસમાં પંજાબી ગાયક મનકીરત ઔલખ અને દિલપ્રીત સિંહ ધિલ્લોનની સાથે દિલ્હી હેડક્વાર્ટરમાં ૫ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ બંને ગાયકો પહેલા સિદ્ધુની માનીતી બહેન અફસાના ખાનને પણ ઘણા સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. આ તમામ કલાકારોને ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ લોકોના નામ લોરેન્સ સાથે જોડાયેલા છે.
આ વચ્ચે સિદ્ધુ મુસેવાલાના કેસમાં એક નવું નામ સામેલ થયું છે. પંજાબની મશહુર સિંગર જેની જોહરની આ કેસને લઈ પુછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએએ સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે જેની સાથે અંદાજે ૪ કલાક પુછપરછ કરી હતી એનઆઇએ સિંગરનું નિવેદન લીધું છે. થોડા દિવસ પહેલા જ જેની જોહલનું એક ગીત લેટર ટુ સીએમ રિલીઝ થયું હતુ. આ ગીતને ખુબ પસંદ કરવામાં આવ્યું છે, આ ગીતમાં જે વાતે સૌ લોકોનું યાન ખેંચ્યું છે કે તે આ ગીતના શબ્દો છે.
જેની જોહલ લેટર ટુ સીએમ ગીત દ્વારા સિદ્ધુ મુસેવાલા માટે ન્યાય માટે સરકારને વિનંતી કરતી જોવા મળે છે. જે પછી દ્ગૈંછ સિંગર પાસેથી જાણવા માંગે છે કે શું તેની પાસે આ કેસમાં કોઈ માહિતી છે. આ સિવાય તેની અને સિદ્ધુ વચ્ચે પહેલા કોઈ પણ પ્રકારની વાત થઈ છે. તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મુસેવાલા કેસમાં દિન પ્રતિદિન નવા રાઝ ખુલી રહ્યા છે. દરરોજ નવા નવા લોકો સામે આવી રહ્યા છે.