હિંમતનગર, હોળી ધુળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હોળી ધુળેટીના પર્વને યાનમાં લઈને યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ફાગણ સુદ પૂનમે મંદિરના કપાટ સવારે ૬ વાગ્યે ખુલશે. સવારે ૬.૪૫ વાગે મંગળા આરતી અને ૮.૩૦એ શૃંગાર આરતી કરાશે. સવારે ૬.૪૫ વાગે કરાશે મંગળા આરતી અને ૮.૩૦એ શૃંગાર આરતી કરાશે
મંગળા આરતી અને શૃંગાર આરતી થયા પછી સવારે ૧૧.૩૦ વાગ્યે શામળાજીમાં ભગવાન કાળિયા ઠાકોરને રાજભોગ ધરાવાશે. રાજભોગ ધરાવ્યા બાદ સવારે ૧૧.૩૦ થી બપોરના ૧૨.૧૫ વાગ્યા સુધી મંદિરના કપાટ બંધ રહેશે. તો બીજી તરફ સાંજે ૬.૩૦એ સંયા આરતી કરાશે. રાત્રે ૮.૧૫ કલાકે શયન આરતી બાદ ૮.૩૦ વાગ્યે મંદિરના કપાટ બંધ કરાશે.