ઈડી કે સીબીઆઇ કોઇ એજન્સી મને ન દબાવી શકે,બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર

પાલનપુર,બનાસકાંઠા લોક્સભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસની ટક્કર બરાબરની જામી હોવાનું નજર આવી રહ્યુ છે. ભાજપના શિક્ષિત ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પ્રચારનો ધમધમાટ શરુ કર્યો છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પ્રચાર સભાઓમાં પ્રહારો કરવાની શરુઆત કરી છે. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે પોતાને કોઇ એજન્સીઓ દબાવી ના શકે એમ કહ્યુ છે.

ગેનીબેન ઠાકોરે કહ્યુ છે કે, તેઓ છેલ્લા ૨૮ વર્ષથી રાજકારણમાં છે. પરંતુ મને સત્તા પક્ષ મને ઈડી કે સીબીઆઇથી દબાવી શકે નહીં. ગેનીબેને કહ્યુ હતુ કે, હું ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી લડી છું આ દરમિયાન એફિડેવિટ કરીને વર્તમાન મિલક્ત બતાવાની હોય છે, મારે તેમાં માત્ર તારીખ બદલાવવાની હોય છે, બીજું કાંઇ બદલવાનું હોતુ નથી. એટલે જ મને કોઇની બીક નથી.