ચિત્રદુર્ગમાં ૨૧મી સદીના ભારતનું ‘પુષ્પક વિમાન’ સફળ પરીક્ષણ થયું

ચિત્રદુર્ગ, તમે રામાયણમાં પુષ્પક વિમાન વિશે સાંભળ્યું જ હશે. ત્રેતાયુગમાં લંકાપતિ રાવણનો વધ કર્યા પછી, ભગવાન શ્રી રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે પુષ્પક વિમાનમાં અયોયા પાછા ફર્યા હતા. હવે પુષ્પક વિમાન ૨૧મી સદીમાં ફરી આકાશમાં ઉડવા માટે તૈયાર છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોનું સ્વદેશી સ્પેસ શટલ પુષ્પક શુક્રવારે સવારે ૭ વાગ્યે કર્ણાટકના ડિફેન્સ એરસ્પેસ પર લોન્ચ કરવામાં આવ્યું. આકર્ષક બોડી અને એસયુવી આકારવાળા પાંખવાળા રોકેટને ‘પુષ્પક વિમાન’ નામ આપવામાં આવ્યું છે. તેને ઇન્ફ એટલે કે ફરીથી વાપરી શકાય તેવા લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવ્યું.

ત્રેતાયુગ પછી ફરી એકવાર હવે ૨૧મી સદીમાં પુષ્પક વિમાનની ચર્ચાઓ થઈ રહીં છે. અત્યારે આ ચર્ચા ખુબ જ થઈ રહીં છે કારણ કે, ભારતે એક મોટી સફળતા હાંસલ કરી છે. ખરેખર,ઇસરોએ આજે પુષ્પક વિમાન (આરએલવી ટીડી) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લોન્ચિંગ બાદ વિમાનનું સફળ લૈંડિન્ડ પણ કરવામાં આવ્યું. મળતી વિગતો પ્રમાણે ઇસરોએ આજે સવારે ૭ વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે આયોજિત આ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ઇન્ફ એલએકસ-૦૨ લેન્ડિંગ પ્રયોગ દ્વારા રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (ઇન્ફ) ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

ભારતમાં માટે આ ગર્વની વાત છે કે, પુષ્પક વિમાનનું પરીક્ષણ સફળ રહ્યું છે. પુષ્પક વિમાનની વાત કરવામાં આવે તો ઇસરોએ કર્ણાટકના ચિત્રદુર્ગમાં તેનું પરીક્ષણ કર્યું હતું. આ સાથે સાથે ઇન્ફ ‘પુષ્પક’નો બીજો લેન્ડિંગ ટેસ્ટ પણ સફળ રહ્યો હતો. આ ઇસરો ડીઆરડીઓ અને આઇએએફની સંયુક્ત સફળતા છે. હવે આ વિમાન દુશ્મન દેશના સેટેલાઈટની જાસૂસી કરી શકે છે. ભારતનું ઐતિહાસિક ‘પુષ્પક’ વિમાન લોન્ચ કરી દેવામાં આવ્યું છે.વિગતે વાત કરીએ તો ‘પુષ્પક’ વિમાન રીયુઝેબલ લોન્ચ વ્હીકલ છે. આ પુષ્પક વિમાન અંતરિક્ષમાં સેટેલાઈટ, કાર્ગો લઈ જવા ઉપયોગી રહેશે. પુષ્પક વિમાન ૬.૫ મીટર લંબાઈ, ૧.૭૫ ટન વજન ધરાવે છે. આ સાથે પુષ્પક’ને સ્વદેશી અંતરિક્ષ શટલ પણ કહેવાય છે. મળતી જાણકારી પ્રમાણે એક દશકથી’પુષ્પક’નું નિર્માણ કાર્ય ચાલતું હતું. ભૂતકાળની વાત કરીએ તો, ૨૦૧૬માં પ્રથમવાર સફળ ઉડાન ભરી હતી. ત્યાર બાદ ૨ એપ્રિલ ૨૦૨૩માં ચિત્રદુર્ગથી બીજી ઉડાન ભરી હતીં. ભારત હવે અંતરિક્ષમાં પોતાની ક્ષમતા વધારી રહ્યું છે. જેથી અંતરિક્ષમાં પહોંચવાનો ભારતનો આ સાહસિક પ્રયાસ છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો અંતરિક્ષમાં કાટમાળ ઓછો કરવામાં પુષ્પક વિમાન મદદરૂપ થશે. ૨૦૩૫ સુધી અંતરિક્ષમાં સ્ટેશન બનાવવાનું ભારતનું લક્ષ્ય છે. મહત્વની વાત તો છે કે, ‘પુષ્પક’ને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. જેથી હવે ભારત અવકાશમાં જઈ આવ્યા પછી પણ તેનો ફરી ઉપયોગ કરી શકશે. જે ભારતની વૈજ્ઞાનિક કુશળતાની નિશાની છે.