ભરૂચ,
આગામી વિધાનસભા ચૂંટણીમાં સગાવાદને દૂર રાખવા ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ સાંસદ ધારાસભ્યના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવા અને તેમના પુત્રી પ્રીતિબેન વસાવાની ટિકિટ કપાઈ છે. મામલે સંસદે ટ્વીટ કરી ભાજપની ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયની કાર્યકરોને જાણ કરી પક્ષનો નિર્ણય શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામ કરવા તૈયારી બતાવી છે.
ગુજરાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગાંધીનગર મુકામે ચાલુ છે. મેં તથા મારી દીકરી પ્રીતિબેન વસાવા એ પણ ઉમેદવારી માટે માંગણી કરી હતી પરંતુ ચાલુ સાંસદ ધારાસભ્યના પરિવારને ટિકિટ આપવામાં નહીં આવે એવો પાર્ટીનો નિર્ણય છે.
મનસુખ વસાવાએ જણાવ્યું છે કે વિધાનસભા ચૂંટણીના મુરતિયા તરીકે જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને જીતાડવા તેમણે તૈયારી બતાવી છે. પક્ષના અન્ય તમામ આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જોઈએ તેવી પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સલાહ આપી હતી.
જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને અમે જીતાડશું અને બાકીના બીજા બધા આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જોઈએ.