વિદેશમાં રહેતા દંપતિએ ગોધરામાં વસતા ગરીબ અને મધ્યમવર્ગને ધાણી-ચણાનું વિતરણ કર્યુંં

ગોધરા,વધુ પૈસા કમાવવા વિદેશમાં સ્થાયી થવું હાલ લોકોનું એક સપનું થઈ ગયું છે. જ્યાં લોકો પોતાનું વતન છોડી વધુ પૈસા કમાવવા વિદેશમાં નોકરી કરવાનું પસંદ કરે છે અને ધીમે ધીમે વતનને ભૂલતા જાય છે. પરંતુ આવું જ એક દંપતિ વિદેશ રહેવા છતા પણ પોતાના દેશ અને જન્મ અને કર્મભૂમિની ઋણ ચૂકવવાનું ભૂલતા નથી અને ત્યાં રહીને પણ પોતાનું સેવાયજ્ઞ ચાલુ રાખ્યું છે.

જેમાં ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ હોળી અને ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરે તે માટે સેવા ઓર્ગેનાઇઝેશન યુ.એસ.એ. તથા ઇન્ડિયાના ફાઉન્ડર ચેરમેન એન.આર.આઈ ડોક્ટર યોગેશ જોષી અને તેમના પત્ની પ્રીતિ જોષી દ્વારા ગોધરામાં વસતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ધાણી ચણા અને ખજૂર નું વિતરણ ગોધરામાં રહેતા પ્રદીપભાઈ સોની રાજેશભાઈ મોદી તથા શિરીષભાઈ મહેતા દ્વારા કરાવ્યું હતું. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ હોળી અને ધુળેટી જેવા પર્વને સારી રીતે ઉજવણી કરે તે માટે પોતાના વતન પ્રત્યેનું ઋણ ચૂકવવા માટે અગ્રેસર રહ્યા હતા.

જેમાં સેવા ઓર્ગેનાઇઝેશન યુ.એસ.એ તથા ઇન્ડિયાના ફાઉન્ડર ચેરમેન એન.આર.આઈ. ડોક્ટર યોગેશ જોષીના માર્ગદર્શન હેઠળ હોળી ધુળેટીના પવિત્ર તહેવાર નિમિત્તે ગરીબ અને મધ્યમવર્ગના લોકો ગોધરાના પાંજરાપોળ ખાતે ધાણી ચણા અને ખજૂરનું વિતરણ પ્રદીપભાઈ સોની રાજેશભાઈ મોદી અને શિરીષ મહેતા દ્વારા કરાવડાવ્યું હતું. આમ, વિદેશમાં રહીને પણ પોતાના વતન નું ઋણ ચુકવવામાં અગ્રેસર રહે છે. આ સેવાયજ્ઞ કરતા આવ્યા છીએ.