મુંબઇ, વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ વિસ્ફોટક બેટર ક્રિસ ગેલે આગામી આઈપીએલ સિઝનમાં ધમાલ મચાવનાર કેટલાક ખેલાડીઓ વિશે વાત કરી છે. તેણે ૫ ખેલાડીઓ વિશે જણાવ્યું જેના પર આ સિઝન દરમિયાન નજર રહેવાની છે. તેમાંથી ૪ ભારતીય અને એક વિદેશી ખેલાડી છે. ક્રિસ ગેલની આઈપીએલ ૨૦૨૪ની પ્લેયર્સ ટૂ વોચ આઉટની યાદીમાં આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્ક સિવાય જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ સામેલ છે. ગેલ આઈપીએલ૨૦૨૪માં આ ખેલાડીઓનો રમતા જોવા માટે એક્સાઇટેડ છે.
ક્રિસ ગેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ એક વીડિયોમાં કહ્યું- ક્રિકેટ ફેન્સ, આઈપીએલ ફેન્સ, શું થઈ રહ્યું છે? હું ક્રિસ ગેલ, યુનિવર્સ બોસ… પરત આવી ગયો છું. ૨૨ માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ વિરુદ્ધ આરસીબી. શું એમએસ ધોનીની ટીમ બેક-ટૂ-બેક ટાઇટલ જીતી શકે છે? તમે એમએસડી સાથે ક્યારેય જાણતા નથી. વિરાટ કોહલી આરસીબી માટે પરત આવી ગયો છે, તેને પરત મેદાનમાં જોવો સારૂ છે. સૌથી મોટો સવાલ છે કે શું આ વર્ષ આરસીબીનું છે? તે ચોક્કસપણે મહિલાઓથી પ્રેરિત થઈ શકે છે. તેણે મહિલા ટૂર્નામેન્ટ જીતી, તેને શુભેચ્છા. તેથી આશા છે કે ખેલાડી મહિલાઓના ટાઈટલથી શીખ લઈ ટ્રોફી ઘરે લાવી શકે છે અને તેને ડબલ કરી શકે છે.
તેણે આગળ કહ્યું- ખેલાડી જેના પર આઈપીએલ દરમિયાન નજર રહેશે. મિચેલ સ્ટાર્ક- પૈસા, પૈસા પૈસા. આશા છે કે તે આંદ્રે રસેલ અને સુનીલ નરેનની સાથે કેકેઆર માટે સારૂ પ્રદર્શન કરી શકે છે. પછી બુમરાહ, મુંબઈ ઈન્ડિયન્સ, જે બંમેશા આઈપીએલ જીતવાના પ્રબળ દાવેદાર હોય છે. નવો કેપ્ટન- હાર્દિક પંડ્યા, તેથી આ મુંબઈ ઈન્ડિયન્સ માટે ખુબ મુશ્કેલ થવાનું છે. યુવા બેટર યશસ્વી અને ગિલ છે. વાહ, હું ઉત્સાહિત છું.
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટરે આઈપીએલમાં ખુબ ધૂમ મચાવી છે. આ રંગારંગ લીગમાં તેણે ૧૪૨ મેચમાં ૩૯.૭૨ની એવરેજ અને ૧૪૮.૯૬ ની સ્ટ્રાઇક રેટની સાથે ૪૯૬૫ રન બનાવ્યા છે. તે ડેવિડ વોર્નર (૬૩૯૭) અને એબી ડિવિલિયર્સ (૫૧૬૨) બાદ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો વિદેશી ખેલાડી છે.