- અગાઉ આંક સાચા જાહેર થતા વઘ-ઘટ રહેતા હતા.
- ટેસ્ટીંગ વધારવા છતાં દર્દીના આંકમાં વધારો નહિવત.
- શું આરોગ્ય તંત્રની દોડધામ અને ખર્ચ બચાવવાની પેરવી ?
ગોધરા,
એક તરફ સરકારના કોરોના રોગને નાથવા અને સંક્રમણ ધટાડવા ટેસ્ટીંગમાં વધારવાનો નિર્ણય છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી ૩૨ થી ૪૦ કેસો જળવાઈ રહેતા આરોગ્ય તંત્રની આંકડાકીય માયાજાળ બહાર આવવા પામી છે. તંત્રની કોરોના કેસોની કામગીરી શંકાસ્પદ ગણવી કે ટેસ્ટમાં વધારો કે ઘટાડો તેવા પ્રશ્ર્નાર્થો તપાસ માંગી લે તેવો છે.
ગત માર્ચ માસથીજ ચાઈનીઝ કોરોના રોગે દેશમાં પગપેસારો કરીને પંચમહાલ જીલ્લાના સૌપ્રથમ શહેરી બાદ ગ્રામ્ય વિસ્તારોને લક્ષ્ય સાંધ્યો હતો. છેલ્લા પાંચ- છ માસથી દિનપ્રતિદિન કોરોના કેસો ધટવાને બદલે બમણી સંખ્યામ)ં નોંધાઈ રહ્યા છે. પહેલે દિવસથી આરોગ્ય તંત્ર દ્વારા સેનેટાઈઝર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ એટલે એસ.એમ.એસ. મારફતે જાગૃતિ સંદેશો ફેલાવી રહ્યા છે. ત્રણ-ચાર માસ સુધી સંપૂર્ણ જનજીવન ઠપ્પ કરી દેવાયા બાદ જેવું લોકડાઉન ખુલતાની સાથે સમગ્ર પંચમહાલ જીલ્લામાં કોરોનાના પંજાએ કહેર વર્તાવાનંું શ કર્યું. જેમાં ગોધરામાં શઆતમા સાત-આઠ કેસ આવ્યા બાદ હાલોલ-કાલોલ શહેરને બાનમાં લઈ રહ્યો એ કોરોનાએ શહેરી વિસ્તારોમાં હાહાકાર મચાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડરામણો ચહેરો દર્શાવી રહયો છે. હજૂ દિનપ્રતિદિન કોરોનાના કેસ સરકારી ચોપડે નોંધાતા જાય છે. અગાઉના સમયમાં ટેસ્ટીંગ ઓછા હોવા છતાં સરેરાશ ૨૦ ઉપરાંત કેસોની આસપાસ આંકડો રહેતો હતો. તો કયાંક ૧૦ કેસની આસપાસ રહેતો હતો. ઓછા આંકડાને લઈ આરોગ્ય તંત્ર માટે પણ રાહતના સમાચાર સાંપડતા હતા. હવે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય તંત્રએ શંકાસ્પદ દર્દી કે નવા દર્દીને શારીરિક તપાસણી માટે પોઝીટીવ મળતા જાય છે. અને આજે આંકડો ૩૦ થી ૪૦ રોજીંદા નવા કેસો નોંધાતા જાય છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, પખવાડિયા ઉપરાંતનો અભ્યાસ કરતા આરોગ્ય તંત્ર એ સ્પષ્ટ આંક જાહેર કરવાને બદલે સ્થિર આંક લાવીને મૂકી દઈને ૩૨ની આસપાસ આંક જળવાઈ મૂકી દઈને ૩૨ની આસપાસ આંક જળવાઈ રહે છે. અગાઉ આડેધડ ગણો કે સાચા અંાકડા ગણો તો દર્દીની સંખ્યા રોજેરોજ વધ-ધટ જાહેર થતી હતી. હવે સરકારે ટેસ્ટીંગ ઉપર ભાર મૂકીને સંક્રમણ ઘટાડવા માટે આયોજન કરાતા રોજીંદા અગાઉ કરતા બમણી સંખ્યામાં ટેસ્ટીંગ કરવા છતાં સ્થિર આંકમાં દર્દીઓ જાહેર કરાતા જીલ્લા આરોગ્ય તંત્રની કામગીરી શંકાસ્પદ ગણાય છે. એક તરફ કોરોનાની સંખ્યા જાહેર થતા સમાજમાં કે આસપાસના રહેણાંક વિસ્તારમાં ડર દર્દીને અનુભવાય છે. હવે દર્દીને ખાનગીમાં પૂછી લેવાય છે કે, ઘર કોરોન્ટાઈન કરવાની નીતિ આરોગ્ય વિભાગ હાથ ઘરી રહ્યું છે. જેથી ખર્ચો અને દોડધામ ઓછી રહે તેમ છે. પરંતુ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નવા કોરોનાના દર્દીના સ્થિર આંક જાહેર કરાતા કામગીરી શંકામાં સપડાઈ ગઈ છે.
- છેલ્લા બે અઠવાડિયાના અંકની સ્થિતી….
- ઓગસ્ટ
તારીખ આંકડા
૨૫ – ૨૯
૨૬ – ૨૯
૨૭ – ૩૦
૨૮ – ૩૦
૨૯ – ૩૪
૩૦ – ૩૪
૩૧ – ૩૩. - : સપ્ટેમ્બર :
તારીખ આંકડા
૧ – ૪૧
૨ – ૩૨
૩ – ૩૪
૪ – ૨૯
૫ – ૩૩
૬ – ૩૨
૭ – ૩૦.