હાલોલ,લોકસભાની ચુંટણીની જાહેરાત થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જેના પગલે તમામ રાષ્ટ્રિય તેમજ પ્રાદેશિક પક્ષોના બેનરો તેમજ પક્ષોના સિમ્બોલ(ચિહ્નો)આદર્શ આચારસંહિતાને ઘ્યાનમાં લઈને ઉતારી લીધા છે. હાલોલ તાલુકાની પાવાગઢ ગ્રામ પંચાયતના ભવનની દિવાલ પર હજુ પણ રાષ્ટ્રિય પક્ષનુ પ્રતિક તેમજ પક્ષના નામનુ લખાણ જોવા મળી રહ્યુ છે.
લોકસભાની ચુંટણીની જાહેરાત થઈ 3 દિવસ જેટલો સમય વિતી ગયો અને આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. તમામ નગરો, મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ રાજકિય પક્ષોને લગતા બેનરો પક્ષના નામો અને પક્ષના ચિહ્નો જે તે તંત્ર દ્વારા ઉતારી લઈ આદર્શ આચાર સંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે.
પાવાગઢ ગ્રામ પંચાયતના ભવનની દિવાલ પર કમળનુ નિશાન અને નિશાન પર ભાજપા લખેલુ સ્પષ્ટ જોવા મળ્યુ હતુ. આદર્શ આચારસંહિતામાં આ પ્રકારનુ લખાણ તેમજ રાષ્ટ્રિય પક્ષનુ નિશાન જોવા મળતા આદર્શ આચારસંહિતાના અમલને લઈ એક તબકકે આશ્ર્ચર્ય સર્જાયુ હતુ. આ અંગે પાવાગઢ ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યુ કે અમારી પંચાયતને બદનામ કરવા માટે કોઈ તત્વો દ્વારા રાત્રિના સમયે આ કૃત્ય કરવામાં આવ્યુ હોવાનુ જણાવ્યુ હતુ.અહિં આશ્ર્ચર્ય એ થાય છે કે,રાત્રિના સમયે લગાવવામાં આવેલા પક્ષનુ નિશાન તેમજ પક્ષનુ નામ બીજે દિવસે બપોરે 4 વાગ્યા સુધી લાગેલ હોય ત્યાં સુધી તલાટીના ઘ્યાનમાં આવ્યુ નથુ. જેના આદર્શ આચારસંહિતાના અમલ અંગે બેદરકારી તે તો તપાસનો જ વિષય રહ્યો તેમ જણાઈ આવે છે.