સુખસર,ફતેપુરા તાલુકાના મકવાણાના વરૂણા ગામે વેગેનાર કારની ટકકરમાં ધો-10ની પરીક્ષા આપી મામા સાથે ધરે જઈ રહેલી વિધાર્થીનીનુ મોત નીપજયું હતુ. જયારે મામાને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઝાલોદ તાલુકાના કદવાળ ગામના ખેડા ફળિયામાં રહેતી ઉર્વશીબેન મહેશભાઈ વસૈયા કુંડલા ગામે મામા અતુલભાઈ મોહનભાઈ ભાભોરના ધરે રહી ધો-10નો અભ્યાસ કરતી હતી. જેથી હાલ બોર્ડની પરીક્ષા ચાલતી હોય ઉર્વશીબેન વસેૈયા સુખસર ખાતે પરીક્ષા આપવા માટે આવી હતી. જયારે બપોરના સમયે પરીક્ષા પુરી થતાં મામા-ભાણેજ મોટરસાયકલ પર ધર તરફ જઈ રહ્યા છે. તે દરમિયાન મકવાણાના વરૂણા નાલંદા પબ્લિક સ્કુલની સામે સામેથી આવતી વેગેનઆર કાર નં.જીજે-17-એન-3255ના ચાલકે અતુલભાઈ ભાભોરની મોટરસાયકલ સાથે અથડાતા ઉપરથી મામા ભાણેજ બંને રોડ ઉપર પટકાયા હતા. જેમાં ભાણેજ ઉર્વશીને ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. જયારે મામા અતુલભાઈ ભાભોરને ઈઝાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં સુખસર પોલીસ ધટના સ્થળે પહોંચી જઈ કિશોરીનો મૃતદેહ પી.એમ.અર્થે સુખસર સરકારી દવાખાને મોકલી આપી કાર ચાલક સામે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.