સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં હડકાયેલ આખલાએ ત્રણ વ્યકિતઓને બચકા ભર્યા

સંતરામપુર,સંતરામપુરમાં ધણા સમયથી રખડતા પશુઓ અને આખલાઓના ત્રાસથી લોકો મુશ્કેલીમમાં મુકાયા છે. જાનહાનિ વાહનોને નુકસાન પહોંચાડતા હોય છે. પરંતુ પાલિકા રખડતા પશુઓને પકડવા નિષ્ફળ નીવડી છે. બીજી બાજુ આખલા તોફાની બની જતાં રોડ ઉ5ર દોડધામ કરી કોઈને પણ શિકાર બનાવે છે. સરદાર નગર સોસાયટી, નંદનવન સોસાયટી, ગણેશ સોસાયટી, ગોકુલનાથજી સોસાયટીમાં પણ આખલાએ તોફાન મચાવ્યુ છે. ત્યારે કોલેજ રોડ વિસ્તારમાં હડકાયેલા આખલાએ ત્રણને બચકા ભરી ઈજાઓ પહોંચાડી હતી. જેને લઈ રહિશો અને વેપારીઓમાં ભારે ડર જોવા મળી રહ્યો છે. પાલિકામાં વારંવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા ઘ્યાન આપેલ નથી. બે દિવસ અગાઉ શિકારી ફળિયામાં એક્ટિવાને બે આખલા સામસામે લડતા એક્ટિવાના ભુકકે ભુકકા બોલાવી નાંખેલ હતા. પાલિકા રખડતા પશુઓને પકડવા માટે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરી જ નથી. ગુજરાત સરકારનો પરીપત્ર હોવા છતાંય તેનો અમલ કરવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે. જેને લઈને નગરજનોનો પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે.