શિમલા,
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીને લઇ તમામ પક્ષો તરફથી તૈયારીઓ તેજ થઇ ગઇ છે. ૧૨મી તારીખે મતદાન થનાર છે.ભાજપ એકવાર ફરી જયરામ ઠાકુરના નેતૃત્વમાં ચુંટણી મેદાનમાં છે.
મુખ્યમંત્રીએ ચુંટણીઓને લઇને કહ્યું હતું કે આ વખતે રાજ નહીં રિવાજ બદલાશે.ચુંટણી પરિણામને લઇ તેમણે કહ્યું કે હું સંપૂર્ણપણે આશ્ર્વસ્ત છું હિમાચલ પ્રદેશમાં આ વખતે અમે એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ અને તે નવી શરૂઆત એ છે કે જે પાંચ પાંચ વર્ષ બાદ સરકાર બદલવાનો જે એક રિવાજ બન્યો છે તેને રિવાજમાં બદલી દઇશું.તેના અનેક કારણો છે સમગ્ર દેશમાં જયાં પણ ચુંટણી થઇ રહી છે ત્યાં ભાજપની સરકાર નથી ત્યાં ભાજપની સરકારો બની રહી છે જયાં ભાજપની સરકાર છે પાંચ વર્ષ સુધી ચાલ્યા બાદ ફરી તે સરકારમાં આવી રહી છે.
દેશનું તમામ જનમાસ અને ખાસ કરીને જે રાજયોમાં ચુંટણી થઇ રહી છે તેની એક ભાવના છે કે નરેન્દ્ર મોદીજીને તાકાત આપવાની છે મજબુુતી આપવાની છે તેમની સાથે ઉભા રહેવાનું છે અને દેશને આગળ વધારવાનો છે.આથી જ ઉત્તરપ્રદેશમાં ૩૭ વર્ષો બાદ ફરીથી સરકાર ભાજપની બની અને ઉત્તરાખંડમાં જયારથી રાજય બન્યું છે ત્યારથી સરકાર કયારેય રીપીટ થઇ નથી ઉત્તરાખંડમાં પણ ભાજપની વાપસી થઇ છે અમે કહી રહ્યાં છીએ કે એક રિવાજમાં પરિવર્તન આવ્યું છે તો હવે હિમાચલ પ્રદેશમાં પણ આ વાત જોવા મળશે આ અમે કહી રહ્યાં નથી પરંતુ લોકોની વચ્ચેથી અવાજ આવી રહ્યો છે કે આ રિવાજને બદલવો જોઇએ હિમાચલે નરેન્દ્ર મોદીજીની સાથે ચાલવું જોઇએ ડબલ એન્જીનની સરકાર જેનો ઉલ્લેખ કરે છે તેવું થવું જોઇએ