હાલોલ,પંચમહાલના હાલોલ કોર્ટમાં વિકલાંગ આરોપીને વોરંટના આધારે કોર્ટમાં હાજર થયેલ હતા. આરોપીએ કોર્ટમાં ફીનાઈલ પી અને ગળે ટુંપો લઈને આપધાતના પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ હાલોલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડવામાંં આવ્યો છે.
વિસ્તૃત વિગતો મુજબ હાલોલ કોર્ટમાં છેતરપિંડીના ગુનામાં મૂળ-ખંભાતના પોપટપુરા ગામનો અને હાલોલ બળીયાદેવ મંદિર પાસે રહેતા વિકલાંગ મનોજ બચુભાઇ સુથાર સામે વિકલાંગોને વાહનો આપવાની છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયેલ હતા. આ ગુનામાં નીચલી કોર્ટ અને ત્યારબાદ હાલોલ સેશન્સ કોર્ટમાં કેશ ચાલતા આરોપી મનોજ બચુભાઈ સુથારને 20 ટકા રકમ 7 લાખ અંદાજીત રોકડા ભરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આરોપી 21 માર્ચના રોજ હાલોલ સેશન્સ કોર્ટમાં હાજર થયેલ હતા અને વિકલાંંગ આરોપી મનોજ બચુભાઇ સુથારે પોતાની પાસે ભરવાની રકમ ન હોવાથી ફીનાઈલ પી તેમજ ગળે ટુંપો આપી આપધાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલમાંં ખસેડવામાં આવ્યો છે.