ભોપાલ,
મયપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયર બ્રાંડ નેતા ઉમા ભારતીએ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાને લઇ મોટું નિવેદન આપ્યું છે ઉમા ભારતીએ જયોતિરાદિત્ય સિંધિયાની ખુબ પ્રશંસા કરી તેમને હીરો બતાવ્યા છે.
હકીકતમાં પત્રકારો સાથે વાતચીત કરતા ઉમા ભારતી કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યાં હતાં આ દરમિયાન જયારે મયપ્રદેશમાં કોંગ્રેસના ભવિષ્ય પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આગામી ચુંટણીમાં મયપ્રદેશમાં કોંગ્રેસને ૨૦ બેઠકોથી વધુ બેઠકો મળશે નહીં તેમની પાસે એક હીરો હતો આ કારણે કોંગ્રેસ ૨૦૧૮માં સરકાર બનાવવામાં સફળ થઇ હતી આ હકીકત છે કે તેનાથી અમે હારી ગયા હતાં પરંતુ આજે જે હીરો જયોતિરાદિત્યના રૂપમાં અમારી પાસે છે કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચુંટણીમાં માત્ર ૨૦ બેઠકો પર સમેટાઇ જશે તેની આગામી વિધાનસભા ચુંટણીમાં ૨૦ બેઠકો આવશે તો પણ આ મોટી વાત હશે આ વખતે કોંગ્રેસના સુપડા સાફ થઇ જશે.
ઉમા ભારતીનું આ નિવેદન મયપ્રદેશના રાજનીતિમાં નવા સમીકરણોને જન્મ આપતુ જોવા મળી રહ્યું છે ઉમા ભારતીએ જે રીતે સિંધિયાની પ્રશંસા કરી છે તેનાથી એ સવાલ ઉઠી રહ્યાં છે કે શું શિવરાજથી નારાજ ચાલી રહેલ ઉમા ભારતી નવો મોરચો ખોલવાની તૈયારીમાં છે કે શું?