આસિફા અલી ભુટ્ટોની રાજકારણમાં એન્ટ્રી, પેટાચૂંટણી માટે ફોર્મ ભર્યું

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને દિવંગત વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની સૌથી નાની પુત્રી આસિફા ભુટ્ટોએ સત્તાવાર રીતે રાજકારણમાં ઝંપલાવી દીધું છે.

તેના પિતા દ્વારા ખાલી કરાયેલી સિંધ પ્રાંતની નેશનલ એસેમ્બલી સીટની પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવીને દેશના તોફાની રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ૩૧ વર્ષીય આસિફા છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં સક્રિય છે. પરંતુ તેના પિતા ઝરદારીએ, જેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ના સહ-અધ્યક્ષ પણ છે, તેમને છેલ્લા કેટલાક સમયથી સંસદીય રાજકારણથી દૂર રાખ્યા હતા.

પાકિસ્તાનના ૧૪મા રાષ્ટ્રપતિ બન્યા બાદ આસિફા પ્રથમ મહિલા બનવા માટે તૈયાર છે. આ પદ પરંપરાગત રીતે રાષ્ટ્રપતિની પત્ની પાસે છે. તેમના પિતા અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ બેઠક જીતી હતી પરંતુ રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે આ બેઠક ખાલી કરી હતી. આસિફા તેની માતાને મળતી આવે છે, જે ૨૦૦૭માં રાવલપિંડીમાં બોમ્બ બ્લાસ્ટ અને આત્મઘાતી હુમલામાં માર્યા ગયા હતા. આસિફા તે સમયે કિશોરવયની હતી અને તેના બે મોટા ભાઈ-બહેન બખ્તાવર અને બિલાવલ કરતાં વધુ ભાવનાત્મક રીતે પીડાતી હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ પીપીપીના પ્રમુખ છે.

મળતી માહિતી અનુસાર, ૩૫ વર્ષીય ભાઈ બિલાવલે પહેલેથી જ પાર્ટીની કમાન સંભાળી લીધી હતી. આસિફાને તેની માતાની કુદરતી ઉત્તરાધિકારી માનવામાં આવે છે. જેમને તેના પિતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની હત્યાના કેસમાં કથિત સંડોવણીના કારણે હકાલપટ્ટી કરી હતી.