ડેવિડ વોર્નરની જગ્યાએ ૠષભ પંતને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો

મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ શરૂ થવામાં હવે માત્ર બે જ દિવસ બાકી છે. ત્યારે ટીમે તેના કેપ્ટનના નામની જાહેરાત કરી છે. આઇપીએલ ૨૦૨૪માં ડેવિડ વોર્નરની જગ્યાએ ૠષભ પંતને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ૨૦૨૨માં દિલ્હી-દહેરાદૂન હાઇવે પર તેનું ભયાનક રોડ એક્સીડન્ટ થયું હોવાથી તે લગભગ ૧૪ મહિનાથી પ્રોફેશનલ ક્રિકેટથી દૂર છે. ત્યારબાદ લાંબા સમયની સારવાર પછી તેને એનસીએ તરફથી આઇપીએલમાં રમવાની પરવાનગી મળી છે.

દિલ્હી કેપિટલ્સના ચેરમેન પાર્થ જિંદાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે રિષભને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે આવકારતા ખુશ છીએ. તેણે ધીરજ અને નિર્ભયતા બતાવી છે. નવી સિઝનની નવા જોશ અને ઉત્સાહ સાથે રાહ જોવાઈ રહી છે. હું તેને ફરી એકવાર દિલ્હી કેપિટલ્સને મેદાનમાં લઈ જવા માટે રાહ જોઈ શક્તો નથી.બોર્ડે મેડિકલ અપડેટમાં જણાવ્યું હતું કે ૩૦ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ રોડ એક્સીડન્ટના ૧૪ મહિના બાદ રિષભ પંતને આઇપીએલ ૨૦૨૪ માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ મેચ ૨૩ માર્ચે ચંદીગઢમાં પંજાબ કિંગ્સ સામે રમશે.

ૠષભ પંત (કેપ્ટન), ડેવિડ વોર્નર, પૃથ્વી શો, સ્વસ્તિક ચિકારા, યશ ધુલ, અક્ષર પટેલ, જેક ફ્રેઝર મેકગર્ક, લલિત યાદવ, મિશેલ માર્શ, સુમિત કુમાર, અભિષેક પોરેલ, કુમાર કુશાગરા, રિકી ભુઈ, શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, એનરિક નારખિયા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, ઝાય રિચર્ડસન, ખલીલ અહેમદ, પ્રવીણ દુબે, રસિક દાર અને વિકી ઓસ્તવાલ.