એઆઇએમડીએમકેએ લોક્સભા ચૂંટણી માટે પ્રથમ યાદીમાં ૧૬ ઉમેદવારોના નામ જાહેરાત કરી

ચેન્નાઇ, લોક્સભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા પણ આજથી શરૂ થઈ ગઈ છે. દરમિયાન, એઆઇએમડીએમકેએ લોક્સભા ચૂંટણી માટે ૧૬ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી પાર્ટીના મહાસચિવ ઈડાપ્પડી કે પલાનીસ્વામી દ્વારા બહાર પાડવામાં આવી છે.

એઆઇએમડીએમકેએ ચેન્નાઈ દક્ષિણ બેઠક પરથી જયવર્ધન, ઉત્તર ચેન્નાઈથી રોયાપુરમ મનોહરન, કૃષ્ણાગિરીથી જયપ્રકાશ, ઈરોડથી અટલ અશોક કુમાર, ચિદમ્બરમથી ચંદ્રહાસન, મદુરાઈથી સરવણન, નમાક્કલથી તમિલ મણિ, થેની બેઠક પરથી વીડી નારાયણસામી અને નાગપટ્ટિનમ લોક્સભા બેઠક પરથી સુરજીત શંકરને મેદાનમાં ઉતાર્યા છે. મતવિસ્તાર.ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય સાલેમ લોક્સભા સીટથી વિગ્નેશ, વિલ્લુપુરમથી બક્કિયારાજ અને અરક્કોનમથી એએલ વિજયનને ટિકિટ આપવામાં આવી છે.

યાદી જાહેર કરતા પાર્ટીના મહાસચિવે કહ્યું કે ડીએમડીકેને પાંચ મતવિસ્તારો ફાળવવામાં આવ્યા છે. આ સિવાય પુથિયા તમિલગામ અને એસડીપીઆઇને એક-એક લોક્સભા સીટ આપવામાં આવી છે. એઆઇએમડીએમકે ગઠબંધનમાં,ડીએમડીએમકે ૫ બેઠકો પર,એસડીપીઆઇ ૧ બેઠક પર અને પુથિયા તમિલગામે તેનકાસી મતવિસ્તારમાંથી ૧ બેઠક પર ચૂંટણી લડવાની છે,

પલાનીસ્વામીએ કહ્યું હતું કે અમે માનીએ છીએ કે અમે મજબૂત છીએ. અમે માનીએ છીએ કે લોકો અમને સમર્થન આપશે. લોકો સોશિયલ મીડિયા પર શું વાત કરે છે તેની અમને પરવા નથી. અમે લોકો સાથે ગઠબંધનમાં છીએ. એઆઈએડીએમકેના જનરલ સેક્રેટરીએ એમ પણ કહ્યું હતું કે પીએમકે સાથે જોડાણ ન કરવા પર પાર્ટી નિરાશ નથી, જે મંગળવારે ભાજપ ગઠબંધનમાં જોડાઈ હતી.

તમને જણાવી દઈએ કે આ વખતે એઆઇએમડીએમકેએ એનડીએથી અલગ થઈને લોક્સભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી ગયા વર્ષે સત્તાવાર રીતે એનડીએથી અલગ થઈ ગઈ હતી. અહેવાલ મુજબ, જ્યારે એઆઇએમડીએમકે નેતાઓ ઇ પલાનીસામી અને ઓ પનીરસેલ્વમ વચ્ચે વિવાદ થયો ત્યારે ભાજપે પોતાને રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે રજૂ કરવાનું શરૂ કરી દીધું હતું. આ પછી બંને સહયોગીઓ વચ્ચે મતભેદો શરૂ થયા.