લોક્સભા ચૂંટણીની ૧૦૨ સીટો માટેનું જાહેરનામુ જાહેર થતાં જ ઉમેદવારીપત્રકો ભરવાનું શરૂ

નવીદિલ્હી, લોક્સભા ચૂંટણીના પહેલા ચરણ માટે જાહેરનામુ જાહેર કરવામાં આવતા જ ઉમેદવારીપત્રકો ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે.એ યાદ રહે કે ૭ તક્કામાં મતદાન થનાર છે. પહેલા તબક્કા માટે ૧૯ એપ્રિલ, બીજા તબક્કા માટે ૨૬ એપ્રિલ, ત્રીજા તબક્કા માટે ૭ મે, ચોથા તબક્કા માટે ૧૩ મે, પાંચમા તબક્કા માટે ૨૦ મે, છઠ્ઠા તબક્કા માટે ૨૫ મે અને સાતમાં તબક્કા માટે ૧ જૂને મતદાન કરવામાં આવશે.લોક્સભા ચૂંટણીના પહેલા તબક્કાની જાહેરનામુ જાહેર થતા જ ઉમેદવારો પોતાનુ ઉમેદવારીપત્ર ભરી શકશે. પ્રથમ તબક્કામાં ૧૭ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૦૨ લોક્સભા સીટો પર ચૂંટણી થશે. પહેલા ચરણ માટે ૨૭ માર્ચ સુધી નોમિનેશન દાખલ કરવામાં આવી શકે છે. નોમિનેશનની તપાસ ૨૮ માર્ચે કરવામાં આવશે અને ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ ૩૦ માર્ચ છે.

પહેલા ચરણમાં તમિલનાડુની ૨૯, રાજસ્થનાની ૧૨, ઉત્તર પ્રદેશની ૮, મધ્ય પ્રદેશની ૬, ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્રની ૫-૫, બિહારની ૪, પશ્ર્ચિમ બંગાળની ૩, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની ૨-૨ અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, જમ્મૂ-કાશ્મીર, લક્ષદ્વીપ અને પુદુચેરીમાં ૧-૧ સીટો પર મતદાન થશે.

જણાવી દઈએ કે ચૂંટણી આયોગે લોક્સભા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેના હેઠળ ૭ તક્કામાં મતદાન થશે. પહેલા તબક્કા માટે ૧૯ એપ્રિલ, બીજા તબક્કા માટે ૨૬ એપ્રિલ, ત્રીજા તબક્કા માટે ૭ મે, ચોથા તબક્કા માટે ૧૩ મે, પાંચમા તબક્કા માટે ૨૦ મે, છઠ્ઠા તબક્કા માટે ૨૫ મે અને સાતમાં તબક્કા માટે ૧ જૂને મતદાન કરવામાં આવશે. પરિણામ ૪ જૂને આવશે.