જાંબુઘોડા,
જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ ગામે રહેતો યુવાન ખેતરે પાણી વાળવા ગયો અને કુવા પાસે પગ લપસી જતાં મોતને ભેટ્યો હતો.
ખાંડીવાવ ગામે રહેતા ચેતનભાઈ બારીયાનો 38 વર્ષિય પુત્ર સંદિપ ખેતરે પાણી લેવાનુ હોય તેનો કોઈ કારણોસર પગ લપસી જતા કુવામાં પડી ગયો હતો. બનાવની જાણ ખેડુતોને થતાં બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. પરંતુ કુવામાં પાણી વધારે હોવાથી સંદિપનુ ડુબી જવાને કારણે મોત નીપજતા બનાવની જાણ પરિવારજનો દ્વારા જાંબુઘોડા પોલીસને કરાતા ધટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કઢાવી જાંબુઘોડા ખાતે પી.એમ.કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતક સંદિપને ત્રણ સંતાનો હતા. જેમાં તેમના ત્રણેય સંતાનોને દોઢ વર્ષ અગાઉ માતાની છત્રછાયા ગુમાવી હતી અને તેમનુ પાલન પિતા સંદિપ કરતો હતો. જયારે કુદરતે માતા વિહોણા બનેલા ત્રણ સંતાનોને હાલ બાપ વિહોણા પણ કરી દેતા પિતાના સહારે જીવતા ત્રણેય સંતાનોએ પિતાની પણ છત્રછાયા ગુમાવતા પરિવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.