અમદાવાદ,ચૂંટણી પંચે એપ્રિલ-જૂન ૨૦૨૪ માં ૧૮મી લોક્સભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કર્યા પછી સીએ પરીક્ષાના સમય કોષ્ટકમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુધારેલા સમયપત્રક મુજબ, સીએ ઇન્ટરમીડિયેટ કોર્સ ગ્રુપ ૧ ની પરીક્ષા ૩, ૫ અને ૯ મેના રોજ લેવામાં આવશે.
યુપીએસસી સિવિલ સવસ પરીક્ષા ૨૦૨૪ પછી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરીક્ષા (સીએ પરીક્ષા) પણ લોક્સભા ચૂંટણી ૨૦૨૪ને કારણે મુલતવી રાખવામાં આવી છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ લોક્સભા ચૂંટણીને યાનમાં રાખીને મે મહિનામાં યોજાનારી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. પરીક્ષા મુલતવી રાખ્યા બાદ આઇસીએઆઇએ પરીક્ષાનું સુધારેલું સમયપત્રક પણ બહાર પાડ્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને સુધારેલ સમયપત્રક ચકાસી શકે છે.સુધારેલા સમયપત્રક મુજબ, સીએ ઇન્ટરમીડિયેટ કોર્સ ગ્રુપ ૧ ની પરીક્ષા ૩, ૫ અને ૯ મેના રોજ લેવામાં આવશે. જ્યારે ગ્રુપ ૨ ની પરીક્ષા ૧૧, ૧૫ અને ૧૭ મે ૨૦૨૪ ના રોજ લેવામાં આવશે. એ જ રીતે, સીએની ફાઇનલ પરીક્ષા ગ્રુપ ૧ – ૨, ૪ અને ૮ મે અને ગ્રુપ ૨ – ૧૦, ૧૪ અને ૧૬ મેના રોજ લેવામાં આવશે. ઇન્ટરનેશનલ ટેક્સેશન-એસેસમેન્ટ પરીક્ષા ૧૪ અને ૧૬ મે ૨૦૨૪ના રોજ યોજાશે.
ચૂંટણી પંચે એપ્રિલ-જૂન ૨૦૨૪માં ૧૮મી લોક્સભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કર્યા બાદ શનિવારે પરીક્ષાના સમયપત્રકમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૫૪૩ લોક્સભા બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે થશે અને ૪ જૂને મતગણતરી થશે.આઇસીએઆઇએ જણાવ્યું હતું કે, ’એ પણ નોંધવું જોઈએ કે ઉપરોક્ત પરીક્ષાના સમયપત્રકના કોઈપણ દિવસે કેન્દ્ર સરકાર અથવા કોઈપણ રાજ્ય સરકાર/સ્થાનિક સત્તામંડળ દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવે તો પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.’ આ પહેલા યુનિયન પબ્લિક સવસ કમિશનએ પણ મે-જૂનમાં યોજાનારી પરીક્ષાઓ મોકૂફ રાખી છે.