ઝાલોદ,
ગુજરાતનો દાહોદ જિલ્લો રાજસ્થાન અને મઘ્યપ્રદેશનો સ્પર્શ કરતો હોય ગુજરાતની વિધાનસભાની ચુંટણીઓ માટે સુરક્ષા અને શાંતિ માટે મહત્વની કડી પોલીસ વિભાગની હોય છે. તેવામાં ઝાલોદ પોલીસ દ્વારા રાજસ્થાન અને ગુજરાતને મળતી ધાવડિયા ચેકપોસ્ટ પર ઝાલોદ પોલીસ દ્વારા ચુંટણીની તારીખો જાહેર થયાના કલાકોમાં જ કિલ્લેબંધી કરી ફોર્સના જવાનો સાથે કડક બંદોબદસ્તની કામગીરી હાથ ધરી હોવાનુ જોવા મળ્યુ હતુ. ત્યારે આંતરરાજય ચેકપોસ્ટ પર થતી તમામ ગતિવિધિઓ પર પોલીસ દ્વારા બાજ નજર રાખ્યાનુ જણાવ્યુ હતુ.
ઈલેકશન કમિશન દ્વારા સમગ્ર ચુંટણીની તારીખો જાહેર કરતા ગુજરાતમાં રાજકિય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. 8 ડિસેમ્બરે ચુંટણીના પરિણામો જાહેર કરવાનુ જાહેર કર્યુ છે. તેવામાં એકાએક ગુજરાત અને રાજસ્થાનની નજીક આવેલી ધાવડિયા ચેકપોસ્ટ પર ઝાલોદ પી.એસ.આઈ.સહિત પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી કામગીરી કરતા જોવા મળ્યુ હતુ.