- પીએમ મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને તેમના પિતા જિગ્મે સિંગે વાંગચુકને મળશે.તેમના સમકક્ષ શેરિંગ તોબગેને પણ મળશે.
નવીદિલ્હી,\ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ અને ૨૨ માર્ચે બે દિવસીય ભૂટાનની મુલાકાતે જશે. અધિકારીઓએ માહિતી આપી છે કે પીએમ ભૂટાનની સરકારી મુલાકાત લેશે. ભારત સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસી પર ભાર મૂક્તા પીએમ મોદીની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પીએમ મોદી ભૂતાન પ્રવાસ દ્વારા ચીનને મજબૂત સંદેશ પણ આપી શકે છે. તમને જણાવી દઈએ કે ભારતની સાથે સાથે ચીનનો ભૂટાન સાથે પણ ઘણા સીમા વિવાદ છે. તમને જણાવી દઈએ કે ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે હાલમાં જ પાંચ દિવસની ભારત મુલાકાતે આવ્યા હતા. તેમણે પીએમ મોદીને ભૂતાન આવવા આમંત્રણ આપ્યું હતું.
પીએમ મોદીના ભૂટાન પ્રવાસને લઈને વિદેશ મંત્રાલયનું નિવેદન પણ સામે આવ્યું છે. મંત્રાલયે કહ્યું કે ભારત અને ભૂટાન એક અનોખી અને કાયમી ભાગીદારી ધરાવે છે. આ ભાગીદારીનું મૂળ પરસ્પર વિશ્ર્વાસ, સમજણ અને સદ્ભાવના છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોડાની આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા અને નેબર ફર્સ્ટ પોલિસી પર સરકારના ભારને અનુરૂપ છે.
૨૧ અને ૨૨ માર્ચે તેમની રાજ્ય મુલાકાત દરમિયાન પીએમ મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને તેમના પિતા જિગ્મે સિંગે વાંગચુકને મળશે. અધિકારીઓએ જણાવ્યું કે મોદી ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેને પણ મળશે. પીએમની મુલાકાતમાં ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય અને પ્રાદેશિક બાબતો પર મંતવ્યોનું આદાનપ્રદાન અને બંને દેશોના લોકોને લાભ થાય તે માટે ભાગીદારીને આગળ લઈ જવા અને તેને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચાનો સમાવેશ થશે.
ભૂટાનની સરહદ ભારત અને ચીન બંનેને અડીને આવેલી છે, જે બફર સ્ટેટ તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં ચીન ભૂટાનને પોતાના પક્ષમાં લાવવાના તમામ પ્રયાસો કરે છે. તાજેતરના સમયમાં ચીને પણ ભૂતાનમાં પોતાની દખલગીરી વધારી છે. તેથી પીએમ મોદીની આ ભૂટાન મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ૨૦૧૪માં સત્તા સંભાળ્યા બાદ પણ પીએમ મોદી તેમની પ્રથમ મુલાકાતે ભૂટાન ગયા હતા.