કાલોલ નગરપાલિકાના સત્તાધીશની બેદરકારી એ પીવાના પાણી ગટર તરફ વળ્યા

કાલોલ,
કાલોલ નગરપાલિકાના વોડેનં ૧ ના કોલેજ વિસ્તારમાં જતાં રોડ પર પાણીનો વાલ્વ મૂકવામાં આવેલ છે. આ વાલ છેલ્લાં બે મહિનાથી લીકેજ હોવાના કારણે પીવાના પાણી વાલ માટે બનાવેલ કુંડ છલકાતા પાણી બેડફાઈને ગટર તરફ વળી ગયું. બે મહીના પહેલાં નગરપાલિકાના માજી પ્રમુખ અને વોડેનં-૧ ના સભ્યોનુંની બેદરકારી સામે નવા સત્તાધારીઓ તેમજ તંત્રની હજુ સુધી પ્રજાના હિતને ધ્યાનમાં લઈને કામગીરી હાથ ધરવામાં આંખ ખૂલી નથી. જેના નગરપાલિકાના કેટલાંક વોર્ડમાં રહીશો પીવાના પાણીના વલખાં મારી રહ્યાં છે. જ્યારે નગરપાલિકાના વોર્ડ નં-૧ માં પીવાના પાણી છેલ્લા બે મહિનાથી વાલ લીકેઝને કારણે ગટરમાં વહેતા થયાં છે. સ્થાનિક ધંધાદારીઓ અને ત્યાંથી પસાર થતાં રહીશો વેડફાતાં પાણીથી ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. કોલેજ વિસ્તાર તરફ જતાં ડિસ્કો રોડ પર પાણીના ખાબોચિયાં ભરાઈ જતાં કોરોના મહામારી વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતાથી લોકોમાં ડરનો માહોલ સર્જાયો રહ્યો તેવું જણાઈ આવે છે. જેથી તાત્કાલિક વાતનું રિનોવેશન કામગીરી હાથ ધરી પાણીનો વેડફાટ થતો અટકાવવા લોક માંગ ઉપસ્થિત થઈ હતી.