પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા શહેરની 12 અને મોરવા હ ની 6 તપાસ હાથ ધરી.

શહેરા તાલુકાની 12 (બાર) તથા મોરવા હડફ તાલુકાની 6 (છ) મળી જિલ્લા ની કુલ 18 (અઢાર) સરકારી સસ્તા અનાજની દુકાનો મા આકસ્મિક તપાસ કરતા શહેરા તાલુકાનાં ધાંધલપુર ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાને થી ગેરરિતી ઝડપાઇ

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને જિલ્લા ની ટીમ દ્વારા ગઈ કાલ તા. 20-03-2024 ના રોજ શહેરા તાલુકાની (1) સદનપુર (2) સગરાડા (3) ભુણીદ્રા (4) છોગાળા (5) ધાંધલપુર (6) ગાંગડીયા (7) સાજીવાવ -1 (8) સાજીવાવ -2 (9) મહેલાણ (10) બોરીયાવી -1 (11) બોરીયાવી -2 (12) નાડા -3 તથા મોરવા હડફ તાલુકાની (1) તાજપુરી (2) મોરા (3)મેત્રાલ -1 (4) મેત્રાલ -2 (5) રતનપુર (6) ભાઠા ગામની આમ બંને તાલુકાની કુલ મળી જિલ્લાની 18 ( અઠાર) સરકાર માન્ય વાજબી ભાવનીદુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવેલ.તે પૈકી શહેરા તાલુકાની (1) ધાંધલપુર ગામની FPSમાં ઘઉં 63 kg 1 કટ્ટાની વધ, ચોખા 63 kg 1 કટ્ટા વધ તથા ચણા 50 kg 1 કટ્ટાની વધ આમ કુલ મળી 03 કટ્ટાની વધ જણાતા જેની બજાર કિંમત રૂપિયા ₹ 7195 અંકે રૂપિયા સાત હજાર એક સો પંચાણું પુરાની થાય છે. ઉકત વાજબી ભાવના દુકાનદાર સામે વધ પડેલ જથ્થા અંતર્ગત કુલ રૂ. 7195 અંકે રૂપિયા સાત હજાર એક સો પંચાણું રૂપિયાનો જથ્થો સીઝ કરી શહેરા તાલુકાના ધાંધલપુર ગામના પરવાનેદાર સામે નિયમાનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.